Header Ads

ત્રિરંગો મારી શાન : દેશપ્રેમ અને દેશ પ્રત્યે ભાવના વ્યક્ત કરતી શ્રેષ્ઠ પંક્તિઓનું સંકલન

Trirango Mari Shaan : Compilation Of The Best lines Expressing Patriotism And Spirit Towards The Country

નમસ્કાર દોસ્તો...


 તમારા ફોટોવાળુ આવુ બેનર ઓનલાઇન બનાવવા અહિં ક્લીક કરો 

દેશ પ્રેમ શાયરી

Desh Parem પંક્તિઓ

*🇮🇳 26 જાન્યુઆરી સ્પેશિયલ 🇮🇳*


💮 હેપ્પી રિપબ્લિક ડે (26 જાન્યુઆરી અથવા ગણતંત્ર દિવસ) શુભેચ્છાઓ, શુભેચ્છાઓ, અવતરણો, સ્ટેટસ અને શાયરી ગુજરાતી ટેક્સ્ટ SMS અને IMAGE

💮 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવો એક અલગ અંદાજમાં

ત્રિરંગો મારી શાન : દેશપ્રેમ અને દેશ પ્રત્યે ભાવના વ્યક્ત કરતી શ્રેષ્ઠ પંક્તિઓનું સંકલન

ભારત દેશ વિદેશી પ્રજાઓના તાબા હેઠળ ઘણા વર્ષો સુધી રહયો. જેના કારણે ગુલામી, એમના શોષણ અને દબાણ હેઠળ ખૂબ જ સહન કરવું પડ્યું. તેમ છતાં આ વિવિધ સમયે પોતાની ધરતી પ્રત્યે ભારતીય લોકોનું માન આને લગાવ આપણને વિવિધ માધ્યમો અને ઇતિહાસની વાતો દ્વારા સાંપડ્યું છે.

ખાસ કરીને અંગ્રેજો દ્વારા આપના ઉપર શાસન રહ્યુ, જેના લીધે આપણી ભારતીય પ્રજાને ખૂબ જ અત્યાચાર સહન કરવા પડ્યા છે.

દેશદાઝ એ જ શ્રેષ્ઠ ભાવના આપણી જૂની પરંપરા રહી છે, અત્યાચાર અને જુલ્મો સામે લડવા આપણા પુરખાઓએ તન, ધન અને મન દ્વારા મહેનત કરી અંતે 15 ઓગષ્ટ 1947 ના દિવસે આપણે આઝાદી મળી.

ભારતને આઝાદી અપાવવા માટે કેટલાઇ નામી-અનામી લોકોનો ફાળો રહ્યો છે, આપણે રાષ્ટ્રીય પર્વો દરમિયાન જેવા કે 15 ઓગષ્ટ, 26 જાન્યુઆરી, ગાંધી જયંતી અને  બંધારણ દિવસ વગેરે સમયે આ વીર પુરખાઓ, મહાન યોદ્ધાઓ, દેશભક્તો, ક્રાંતિકારીઓ, આંદોલનકારીઓ અને દેશની આઝાદીમાં યોગદાન આપનાર સર્વેને યાદ કરીએ છીએ.

ભારત દ્વારા કોઈ પણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કરી ત્યારે પણ આપણી દેશ ભાવના પ્રકટ કરતા હોઇએ છીએ. હમણાં ભારતની હોકીની મહિલા અને પુરૂષ ટિમ દ્વારા સારું પ્રદર્શન થયું, નીરજ ચોપરા દ્વારા જેવલિન થ્રોમાં ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ ભારતને અપાવ્યો ત્યારે બધા ભારતીયોએ દેશ-પ્રેમ દાખવ્યો અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું.

આપણે વિભિન્ન પ્રાસંગિક કાર્યક્રમોમાં દેશના નારા સાથે દેશ પ્રત્યેની ભાવના પ્રકટ કરતા હોઈએ છીએ.




દેશ-પ્રેમ રજૂ કરતી વિભિન્ન પંક્તિઓ :

તું પણ રાણાનું જ સંતાન છે, ફેંક ભાલો જ્યાં સુધી જાય,
સિક્કાની બન્ને પડખે ભારત લખીને હવામાં ઉછાળ્યો જાય.

દેશ-પ્રેમ શાયરી :

Desh prem Quotes
Desh parem shayree

લડ્યા યુદ્ધમાં વીર જવાનો, ખૂબ લોહી વ્હાવ્યું;

ઉડ્યા નહિ જ્યાં લગી પ્રાણ, માથે કફન ઓઢયું.

દેશ-પ્રેમ કવોટ્સ :

કેટલાય લોકો ચડ્યા માંચડે ફાંસીના, કાંઈ ફોગટમાં જડી નથી આઝાદી.

દેશ-પ્રેમ શાયરી 2021 :

Desh prem Quotes
Desh prem Quotes


વતન સહ અસીમ પ્રીતિ હૃદયમાં સમાવી ખૂબ જોરદાર બેઠા છીએ,
મરી જઈશું વતન કાજે એવી શરત મૃત્યુ સાથે લગાવી બેઠા છીએ.

દેશ-પ્રેમ કવોટ્સ 2021 :

Desh prem shayree
Desh prem Quotes


ફરકાવીશું ત્રિરંગો આકાશે, મોઢે શ્રેષ્ઠ ભારત નામ રટીશું.
નજર ખોટી કોઈએ ફેરવી તો જાન લેશું કે જાન પર રમીશું.

દેશ-પ્રેમ સ્ટેટ્સ 2021 :

DeshPremQuotes
Desh Prem Quotes


ના પૂછો એ દુનિયા વાલો શું છે તમારી કહાની  ?
ઓળખાણ જ પૂરતી છે અમે છીએ હિંદુસ્તાની.

દેશ-પ્રેમ મેસેજ 2021 :

Desh Prem Quotes
Desh Prem Quotes


પ્રાર્થનામાં વિશ્વાસ, હૃદયે ઈમાન રાખું છું,
વતનની શાન કાજે જાન તૈયાર રાખું છું.
આમ માત્ર આંખો તપાસી ના કરો અર્થઘટન,
દેશભક્ત છું, હૃદયમાં હિંદુસ્તાન રાખું છું.

Desh-prem Shayree :

પ્રેમ અને મહોબ્બતમાં બહુ મરે છે;
કરો મહોબ્બત દેશ પર  સૌ કોઈ મરશે તમારા પર.

દેશ-પ્રેમ કવોટ્સ 2021 :

તરવું હોય તો મધ દરિયે તરો, ખાબોચિયામાં શું દાટયું છે;
પ્રેમ કરો ત્રિરંગા પર, અન્ય નાહક ચીજોમાં શું રાખ્યું છે.

દેશ-પ્રેમ કવોટ્સ શુભેચ્છા 2021 :

Desh prem Quotes
Desh prem Quotes


દેશ-દુનિયામાં વાગી રહયા છે નગારાં,
ચમકે છે આકાશે ઓજસ્વી તારા;
આવો મળી ને પ્રણ કરીયે,
ફરકે આપણો ત્રિરંગો ને ગુંજે નારા.

દેશ-પ્રેમ કવોટ્સ 2021 :

યાદ કરો એ વીર જવાનોની શહીદી, જે ચંદ દિવસોની મોહતાજ નથી.

દેશ-પ્રેમ શાયરી 2021 :

પ્રેમ કરતાં આશિકો બહુ મળશે, વતનને પ્રીતિ કરતો આશિક શ્રેષ્ઠ છે.
નોટો અને ફૂલો ઢાંકી નનામી સૌ કોઈ પોઢશે, પણ ત્રિરંગાનું કફન શ્રેષ્ઠ છે.

બેસ્ટ દેશ-પ્રેમ કવોટ્સ 2021 :

ખુશનસીબ એ છે દેશ કાજે પ્રાણ પંખેરૂ ફના કરે છે,
દુનિયાવાળા પણ એમને સલામ કરે છે.

ભારતીય લોકો ઓળખ ત્રિરંગો છે, જ્યારે પણ દુનિયાના કોઇપણ ખૂણામાં હોય સાથે દેશ પ્રત્યે ભાવના ઉણી ઉતરતી નથી. આ આર્ટીકલ માં દર્શાવવામાં આવેલ દેશ-પ્રેમ ક્વોટ્સ, પંક્તિ કે શાયરી આપને ગમી હોય તો ચોક્કસ મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરજો. વધુ અપડેટ્સ માટે અમારા સોશિયલ પેજને ફોલો અને લાઈક કરવાનું ભૂલતા નહિ. જય હિન્દ...




ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.