Header Ads

Motivational words of a father: Advice in the form of a letter to his children

પિતાની પ્રેરક વાત : પોતાના સંતાનોને પત્ર રૂપે સલાહ

પિતાની પ્રેરક વાત : પોતાના સંતાનોને પત્ર રૂપે સલાહ


વ્હાલા દીકરા-દીકરી..

કુશળક્ષેમ હશો..😊

દુનિયાનો કોઇપણ માણસ પોતાના જીવન, નસીબ અને મૃત્યુ વિશે જાણી શક્યું નથી. આ ક્ષણે મારા વિભિન્ન તબક્કે મળેલા અનુભવ થકી આપણી સાથે અમુક વાતો મુકવાનો પ્રયાસ કરૂં છે. ઉપર દર્શાવેલ વિગતે હું પિતા તરીકે આ બાબતો તારી સાથે શેર કરવા ઇચ્છું છું.

આ વાત હું પિતા છું એટલે જ કહું છું, હું નહિ કહું તો તું તને આ વાત કોઈ નહિ કહે, પણ હું આ વાત મારા અનુભવથી કહું છું, હું નહિ કહું તો તું તારા જીવનમાં તારા અનુભવ દ્વારા તમે જાતે શીખશો. તારા જીવનમાં જ્યારે જરૂર પડશે ત્યારે તમારી પાસે સમય નહિ હોય, જેના લીધે અઘરૂં પડશે.

સમજુ પિતાનો પોતાના દીકરાને પત્ર : જીવન સારૂં અને સુખમય જીવવા મારા આ બાબતો ચોક્કસ અમલ કરજો.

દીકરાને પિતા દ્વારા મહત્વની વાત

જીવનમાં તારી સાથે અણછાજતો વ્યવહાર કરે એકદમ ખોટી ના લગાડવું કેમકે તારી સાથે યોગ્ય રીતે વર્તવાની ફરજ મારી અને તારી માતાની છે.
આ બાબતે તું માનસિક રીતે સુદૃઢ અને તૈયાર રહેજે.
જીવનમાં કોઈ તારી સાથે સારી રીતે વર્તે ચોક્કસ એમનો આભાર વ્યક્ત કરજે, પણ તેમાં સજાગ રહેજે. કેમકે કોઈ પણ અન્યનો યોગ્ય વ્યવહાર આ યુગમાં સ્વાર્થ કે કોઈ લાભ ખાતર હોઈ શકે.
યોગ્ય વ્યવહાર ના કારણે તેમને સાચા મિત્ર ના માની લેવા પણ ચોક્કસ ખરાઈ કરી આ દરજ્જો આપવો, કેમકે મા સિવાય અન્યનો સ્વાર્થ હોઈ શકે.

દીકરાને પિતા દ્વારા જીવનનું જ્ઞાન

જીવનમાં કોઈ એવી વસ્તુ નથી જેને જેના વગર જીવી જ ન શકાય. આ બાબત ચોક્કસ તું જાણતો હોઈશ તો તને કોઈ તને તરછોડે કે મૂકી દે તો અઘરૂં નહિ લાગે.

આમ, જિંદગીનું ચક્કર હાલ્યા જ કરે છે એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિ ના પ્રાપ્ત થાય તો એના સિવાય ખુશ રહીને જીવતા શીખી લેવું જોઈએ.

પિતાની દીકરાને દિલની વાત

જિંદગી એકદમ ટૂંકી છે તો કોઈ ખોટી ક્ષણ બગાડતો નહિ, તો જિંદગી પૂર્ણ થતાં વાર નહિ લાગે. આથી જીવનની પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કરજે.

પિતાની દીકરાને સલાહ

પ્રેમ એ માત્ર આકર્ષણ અને લાગણી છે, સમય સાથે આકર્ષણ અને લાગણી બદલાયા કરે છે. જીવનમાં પ્રેમમાં અપૂરતા લાગે તો નિરાશ ન થવું.  આવી પરિસ્થિતિમાં સંયમ કેળવવો, કોઈના પ્રેમમાં કે સુંદરતામાં અતિ ડૂબવું નહિ અને અને કોઈના દુઃખમાં અતિ વ્યાકુળ પણ ના થવું.

પિતાની સંતાનોને શ્રેષ્ઠ સલાહ

અભ્યાસમાં વધુ ગુણ કે ટકા મેળવનારા જ સફળ થાય એ જરૂરી નથી કેમ કે કેટલાય અભણ અને ઓછા ભણેલા શ્રેષ્ઠ શીખરોને આંબી શક્યા છે. આથી, જીવનમાં વિદ્યાનું ખૂબ જ મહત્વ છે જ્યારે પણ મોકો અને સમય મળે ત્યારે ધગશ અને ખંતથી ભણી કે શીખી લેવું જોઈએ.

પિતાના અદ્વિતિય પ્રેરક  વચનો

હું નથી ઈચ્છતો મારી મોટી ઉંમરના સમયે મને તું મદદ કરે, અને હું તારો જીવનપર્યંત સહારો આપું એ પણ શકય નથી. એટલે જીવનમાં વિવિધ આવડતો અને કૌશલ્ય શીખી લેવાના જે થકી તું મોટા જહાજો કે સરકારી બસમાં ફરી શકીશ, એ બધું તારી આવડત પર નિર્ભર છે.

સંતાનોને પિતાની સલાહ

બેટા, જીવનમાં તારા વચનમાં અડગ રહેજે અને પાળવાનો પ્રયત્ન કરજે અને બીજા પાળશે એવી નિરર્થક અપેક્ષા ના રાખતો.
તું બીજાનું સારું કરવાનો પ્રયાસ કરજે બાકી અન્ય પાસે સારા કામની અપેક્ષા ન રાખજે. આ બાબત જો તને વહેલી સમજાય જશે તો તું ક્યારેય દુઃખી નહિ થાય.

પિતાની લાગણી

જીવનમાં માત્ર પ્રારબ્ધ ઉપર બેસી રહેવાથી અમીર થવાતું નથી, આથી મહેનત સતત કરતો રહેજે ચોક્ક્સ સફળ થઈ શકીશ.

પિતાની શ્રેષ્ઠ સંવેદનશીલ સલાહ

જીવન ખૂબ જ નાનું છે, ક્યારે પૂર્ણ થાય એ નક્કી નહીં, આથી વધુમાં વધુ સમય પરિવારમાં આપજે. મૃત્યુ બાદ નવી જન્મ ચોક્કસ મળે છે, પણ સાથે મળશે એ નક્કી નહિ, આથી વધુ પલો પરિવાર સાથે વિતાવજે.

જીવનની અમુક વાતો છે જે આજના ડિજિટલ યુગમાં બધાને સ્પર્શતી રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો આપણે આ બાબતો અનુકૂળ લાગે તો સ્નેહીઓ ચોક્કસપણે સાથે શેર કરશો.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.