Header Ads

Special quotes by famous indian personalities. પ્રખ્યાત ભારતીય હસ્તીઓના વિશેષ અવતરણો(ક્વોટ્સ).

Special quotes by famous indian personalities.
પ્રખ્યાત ભારતીય હસ્તીઓના વિશેષ અવતરણો(ક્વોટ્સ).


ભારતમાં ઘણી વ્યક્તિ થઈ ગઈ કે જેમને પોતાના ક્ષેત્રમાં ખાસ ઉપલબ્ધી હાંસલ કરી છે. તેમના દ્વારા જે તે ક્ષેત્રમાં પ્રગતિ કે ઉન્નતિ થાય તે હેતુ પ્રખ્યાત હસ્તીઓ દ્વારા પ્રેરણાદાયી વાતો કે લખાણો લખવામાં આવ્યા છે અથવા તો કોઈ પ્રવચન આપવામાં આવ્યા છે.


વૈશ્વિક સ્તરે વિભિન્ન મહાનુભાવો દ્વારા પોતે ચાલેલા માર્ગને પામવા માટે અનુનાયિઓ અથવા તો સમર્થકો માટે તેમજ સમગ્ર દુનિયાને પથદર્શન થાય તે હેતુ એમના ખાસ ઉદ્બોધન આપ્યા છે તેની યાદી રૂપે અહીં સંકલન કરવાનો પ્રયાસ છે.


સામાજિક ચેતના માટેના ભારતીય વિદ્વાનોના વિશેષ ક્વૉટ્સ (અવતરણો)


સામાજિક ચેતના વ્યાપક રીતે સમાજમાં પ્રસરે તે હેતુ ભારતના ઉચ્ચ કોટિના વિદ્વાનો દ્વારા પોતાના વિચારો પ્રકટ કરવામાં આવ્યા છે, જે પ્રખ્યાત હસ્તીના અવતરણો અથવા ક્વૉટ્સ તરીકે ઓળખાય છે.


થોડાક ઉદાહરણો :


આંબેડકર દ્વારા સમાજ વિષયક અવતરણો અથવા ક્વૉટ્સ :- 


આંબેડકર ક્વોટ્સ


પાંદડા પર તરતી પ્રમુખ સ્વામીની મૂર્તિનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો.

"કોઈપણ સમાજના વિકાસ કે પ્રગતિનું મૂલ્યાંકન કરવું હોય તો તે સમાજની સ્ત્રીઓની સ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ."


"દરેક વ્યક્તિ પાસે પોતાના જ વિચારો હોવા જોઈએ, જો આવું જ હોય તો સાચું આચરણનું મૂલ્યાંકન થઈ શકે."


"જીવન લાંબુ ના હોય તો ચાલે પણ મહાન હોવું જોઈએ."


"ખોવાયેલા અધિકારો પ્રેમથી રજુઆત કે નિવેદન કરવાથી મળતા નથી એના માટે સંઘર્ષ શ્રેષ્ઠ ઉપાય છે."


ગાંધીજીના પ્રેરણાદાયી ક્વૉટ્સ કે અવતરણો :- 


Gandhiji quotes



"વ્યક્તિની ઓળખ તેના કપડાં કે પરથી નહિ પણ ચારિત્ર્ય થી થાય છે."


"તમે જે કામ કરો છો એ ઓછું મહત્વનું હોય શકે છે પણ મહત્વનું એ છે કે તમે કઈંક કરો છો."


"પ્રસન્નતા એવું ખાસ અત્તર છે જે બીજા પર છાંટો તો અમુક ટીપાં તમારા પર પણ પડી શકે છે."


એ.પી.જે. અબ્દુલ કલામના પ્રેરક ક્વૉટ્સ કે અવતરણો :-


"સપનાં પાછળ હંમેશા ભાગવું જોઈએ, ભલે ને ગમે તેટલા અઘરાં હોય."


"હમેશાં વિનયશીલ બનો, ભલે ને ઉચ્ચ પદ કે હોદ્દો પર બિરાજમાન હોવ."


ઓશોના શ્રેષ્ઠ ક્વૉટ્સ અને અવતરણો :-


"મારો સંદેશ સિદ્ધાંત નથી કે તત્વજ્ઞાન નથી પણ મારો સંદેશ એ એક રસાયણ છે જે પરિવર્તનનું વિજ્ઞાન."


"સત્ય નક્કર સ્વરૂપો, વલણ, મૌખિક રચનાઓ, વ્યવહાર અને તર્કશાસ્ત્રની બહાર હોય છે, તેની સમજણ વ્યવસ્થિત રીતે નહિ પણ અસ્તવ્યસ્ત રીતે કરવામાં આવે છે."


"પ્રેમ કેવી રીતે મેળવવો એ વિચારવાનું છોડી દ્યો અને તેને આપવાનું શરૂ કરો. પ્રેમ આપીને પ્રાપ્ત કરો, એ સીવાય બીજો કોઈ રસ્તો નથી."


ભગવાન બુદ્ધના અવતરણો કે ક્વૉટ્સ :-


"જો તમે બીજા માટે દીવો પ્રગટાવશો તો એ દીવો જરૂર તમારા રસ્તામાં અજવાળું પાથરશે."


"જો તમે તમારી જાતને પ્રેમ કરશો તો બીજાને હાનિ કયારેય ય પહોંચાડશો નહિ."


"ખોટું યાદ રાખવું એ મન પર વ્યર્થ બોજો સંગ્રહવો એવું છે."


"પોતાના મનને જીતવું એ બીજાને જીતવા કરતાં પણ શ્રેષ્ઠ છે."


અટલબિહારી બાજપેયીના અવતરણો અને ક્વૉટ્સ :-


"આપણે મિત્રો બદલી શકીએ છીએ પણ પાડોશીઓ નહિ."


"જો ભારત ધર્મ નિરપેક્ષ નથી તો ભારત જરા પણ ભારત નથી."


"સમસ્યાઓનો ઉકેલ બંદૂકો નહિ પણ ભાઈચારો છે."


Reletad :

●  બાબા સાહેબ આંબેડકરના અણમોલ અવતરણો 

● મહાન હસ્તીઓના વિશેષ અવતરણો 

 


ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.