Header Ads

ગુરૂ રવિદાસ જયંતી અને મહાપૂર્ણિમાનું મહત્વ| Importance of Guru Ravidas Jayanti and Maha Purnima

ગુરૂ રવિદાસ જયંતી અને મહાપૂર્ણિમાનું મહત્વ | Importance of Guru Ravidas Jayanti and Maha Purnima



ગુરૂવર રવીદાસની જન્મ જયંતી મહા મહિનામાં પૂર્ણિમાના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ મહાન સંત રવીદાસના જન્મના રૂપે મનાવવામાં આવે છે. આ દિવસ રવીદાસની માનવ વાળા માટે આનંદનું કેન્દ્રબિંદુ સમાન છે. આ દિવસે રવિદાસ પરંપરા વાળા લોકો રવીદાસની અમૃતવાણીનું રસપાન કરે છે. આ દિવસે નદીમાં સ્નાનનું ખાસ મહત્વ હોવાથી શ્રધ્ધાળુઓ નદીઓમાં સ્નાન કરે છે, ઉપરાંત લોકો સંગીત અને કિર્તન કરતા ઝુલુસ કાઢે છે. આ ઉપરાંત રાવીદાસના મંદિર કે સ્થાનકે પૂજા-અર્ચના પણ કરવામાં આવે છે. આ દિવસે રાવીદાસના જન્મ સ્થાનકે એટલે કે વારાણસીમાં આવેલ સીર, ગોવર્ધનપુર નામના સ્થળે હજારો સમર્થકો ઉમડી આવે છે.




પ્રચલિત જન્મ ગાથા :-


કબીરના સમકાલીન રવીદાસનો જન્મ વારાણસી નજીક સીર, ગોવર્ધનપુર ગામે થયો હતો. કબીર અને રાવીદાસના સંવાદ આજે પણ ઉપલબ્ધ છે.


રવિદાસની જયંતીની ઉજવણી કેમ ?

રવિદાસ જયંતિ 2022



રવિદાસે જાતિવાદી વ્યવસ્થા અને આધ્યાત્મિક બાબતો વિશે કરેલ વિરોધના કારણે પૂજનીય છે. રવિદાસ પોતે પણ એક આધ્યાત્મિક વ્યક્તિ હતા. 

આ દિવસે સમર્થકો અને અનુનાયિઓ નદીમાં સ્નાન કરી, એમના વિચારોમાંથી પ્રેરણા લે છે.


રવિદાસ જયંતીનું મહત્વ :-


રવિદાસ જયંતિનું મહત્વ ખાસ છે. રવિદાસ જયંતિ એમના જન્મનું પ્રતીક છે. જાતિવાદી વ્યવસ્થા દૂર કરવા હેતુ એમણે કાર્ય કર્યું છે. ભારતમાં પ્રચલિત 'ભક્તિ-આંદોલન' માં પણ એમનું યોગદાન રહેલ છે. રવિદાસ કબીરજીના પણ મિત્ર હતા. રૈદાસ પંથી લોકો માટે  આ દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. માત્ર રૈદાસ પંથી નહિ પણ કબીરપંથી, શીખો અને અન્ય લોકો પણ આ દિવસ મહત્વ ધરાવે છે.


રવિદાસ વિશે અવનવી વાતો :-


ગુરૂવર રવીદાસે સમગ્ર ભારતમાં ભાઈચારો, આત્મજ્ઞાન અને એકતા વિશે તેમના પ્રવચનોમાં જણાવ્યું. એમના કાર્યોથી પ્રભાવિત થઈ કેટલાય રાજાઓએ અને રાણીઓએ ભક્તિ માર્ગ પસંદ કર્યો. સમાજમાં વ્યાપ્ત ગેરરીતિઓનો વિરોધ કર્યો. એનમા સમર્થકો રવીદાસને 'સતગુરુ' અથવા 'જગતગુરૂ' માને છે.


રવિદાસના મહત્વના પદો:-


जाति-जाति में जाति हैं, जो केतन के पात।

रैदास मनुष ना जुड़ सके जब तक जाति न जात॥


मन चंगा तो कठौती में गंगातुम कहियत हो जगत गुर स्वामी।

हम कहियत हैं कलयुग के कामी॥


मन ही पूजा मन ही धूप ।

मन ही सेऊँ सहज सरूप॥


આજે પણ રવિદાસ ખૂબ જ પ્રચલિત છે, એમના જન્મદિવસ વખતે આવતી ચૂંટણીની તારીખો પંજાબના મુખ્યમંત્રીની અપીલના કારણે ચુટણીપંચ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો. આજે પંજાબ, ઉત્તરપ્રદેશમાં અને સમગ્ર ભારતમાં એમના અનુનાયીઓ વસે છે.

આ પણ વાંચો...👇👇👇

♂ બેસ્ટ ગુજરાતી ટુચકા વાંચો : અહીં ક્લિક કરો

♂ મેરેજ એનેવર્સરી શુભેચ્છા સંકલન : ક્લિક કરો




ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.