Header Ads

Gujarati 2022's Most Funny Gujarati Jokes Addo Is Comedy Addo.

Gujarati 2022's Most Funny Gujarati Jokes Addo Is Comedy Addo.

નમસ્કાર દોસ્તો...

ગુજરાતી 2021ના એકદમ રમુજી ગુજરાતી જોક્સનો અડ્ડો એટલે કોમેડી અડ્ડો


 ગુજરાતી 2022ના એકદમ રમુજી ગુજરાતી જોક્સનો અડ્ડો એટલે કોમેડી અડ્ડો

હાસ્ય એ આજના ગંભીર અને મતલબી જમાનામાં દુર્લભ થઈ ગયું છે, કોઈને થોડીવાર માટે પણ સ્મિત અપાવીએ તો મોટું પુણ્ય મળ્યું એમ કહેવાય. આવી વિલક્ષણ પળો કોઈને દાન કરીએ તો શ્રેષ્ઠ દાનમાં ગણતરી પામે છે. આવા શુભ વિચારે આપની સમક્ષ ગુજરાતી ભાષામાં અને ગુજરાતી શબ્દોમાં થોડા ગુજરાતી હાસ્યના શબ્દો અને વાક્યો રજુ કરવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાતી ભાષામાં આવું આગવું કાર્ય જ્યોતીન્દ્ર દવે સાહેબ, તારક મહેતા સાહેબ, અશોક જાની સાહેબ, વિનોદ ભટ્ટ જેવા કટ્ટાર હાસ્ય લેખક, બકુલ ત્રિપાઠી સાહેબ અને શાહબુદ્દીન રાઠોડ સાહેબ દ્વારા ખૂબ જ પ્રમાણમાં સાહિત્ય રૂપે મળ્યું છે.

ગુજરાતી જોક્સની આગવી પ્રતિભા છે, જ્યાં ગુજરાતી વસે ત્યાં આ નિર્દોષ હાસ્યની અનુભૂતિ અચૂક કરાવે જ છે. ગુજરાતી ભાષામાં ગુજરાતી નવા જોક્સના ટ્રેન્ડ અલગ અલગ પ્રકારે છે. સાંઈરામ દવે હાસ્યના ફુવારા લોકો સાથે શેર કરી આપણને ઘણા હસાવ્યા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, ધીરુભાઇ સરવૈયાનું હાસ્ય ક્ષેત્રે મોટું ખેડાણ રહ્યું છે.

આ આર્ટિકલમાં ગુજરાતી તદ્દન નવા જ ગુજરાતી 2021ના જોક્સ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આપને આ જોક્સ ચોક્કસ ગમશે, જો પસન્દ આવે તો આપણા સ્નેહિજનો સાથે અચૂક પહોંચાડજો.

⇝ ગુજરાતી નવા ટ્રેન્ડીંગ જોક્સ 2022

Gujarati jokes comedy addo


જો બાવન પત્તાં (ગંજીફા)ની રમતને પણ ઓલમ્પિકમાં સ્થાન મળે ચોક્કસ ગુજરાતીઓ ગોલ્ડમેડલની વર્ષા કરી દે.

 ગુજરાતી ફની જોક્સ 2022

પેન મળે તો બુક માંગી લેશું, અને જો તમે થોડાં હસ્યાં તો મોબાઈલ નંબર પણ માંગી લેશું.

⇝ ગુજરાતી નવીન જોક્સ 2022

લગ્નબાદ સાસુએ સમાચાર હેતુ જમાઈને પૂછ્યું, જમાઇરાજ! કેમ છે? જમાઈ પ્રત્યુતર આપતા કહ્યું, મારૂં છોડો; તમારે તો હવે નિરાંત છે ને..(સાસુનું વાવાઝોડું સાચવ્યું એ જણાવે છે.)

 રમુજી ગુજરાતી જોક્સ 2022

શિક્ષક સાહેબ શાળાએથી થાકીને ઘેર આવ્યા, થોડા હાથ-પગ સાફ કરીને જમવા બેઠા. જમતાં જમતાં પત્ની  ને કહ્યું કે - આજે જમવામાં સ્વાદ ના આવ્યો અને શાકમાં ફાવ્યું જ નહીં. હવે પત્નીને એકદમ ખોટું લાગ્યું મનમાં બડબડી મારી રસોઈની કોઈ કિંમત જ ન આંકી. સાહેબને પાઠ ભણાવવા પત્ની એ સીધો દવાખાને ફોન કર્યો કે મારા પતિની તબિયત બરાબર નથી, એમને જમવામાં સ્વાદ નથી આવતો. એમ્બ્યુલન્સ આવી અને સાહેબને તરત જ દવાખાને લઈ ગયા. પત્નીએ બદલો લીધો એમ જાણીનેને ખુશ ખુશાલ હતી, પણ મજા તો હવે આવી, પતિ પણ શિક્ષક હતા. એમ થોડું મૂકી દે. સાહેબને જ્યારે ડોકટરે પૂછયું કે આ બે દિવસ કોના-કોના સંપર્કમાં આવ્યા તા.પતિ એ જબરું ગોઠવી નાખ્યુ અને બોલ્યા - "પત્ની સાથે સાસરી માં ગયો હતો. મારા સાસુ, સસરા, સાળો, એની પત્ની, મારી બે સાળીઓ, મારા સાઢુંઓ, બધાએ ભેગા થઈ બહુ મોજ કરી." આ સાંભળી ટીમને મોકલી બધાને કોરેન્ટાઈન કરાવ્યા અને કાયદા અને બદલાનું ભાન કરાવ્યું.

 ગુજરાતી જોક્સનો અડ્ડો

ટોકિયોમાં ચીન, જાપાન, અમેરિકા વગેરે ગોલ્ડમેડલ જીતી રહ્યા છે, આપના લોકો 'બચપન કા પ્યાર' ગીતનું ડ્યુટ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે, જાણે ગોલ્ડ મેડલ જીત્યો હોય એમ.

⇝ ગુજરાતી કોમેડી અડ્ડો 20222

ગુજરાતીઓ વિશે એમ કહેવાય છે કે એકદમ  કોઈ ઉપર વિશ્વાસ ન કરે ...
સૂતા માણસને ઉઠાડીને પણ પૂછી લે કે ભાઈ તું સૂતો છે.

 Gujarati Comedy Addo

Gujarati jokes comedy addo


કોઈ અજાણી સ્ત્રી પાસેથી કઈ પણ ના લેવાઈ, કેમકે રક્ષાબંધન આવી રહી છે રાખડી પણ હોય શકે. આ તો તમારું ધ્યાન દોર્યું બાકી મામેરા ભરવાની ત્રેવડ હોય તો તમારી મરજી.

 Gujarati comedy jokes

તમે નવરા થાવ તો ચોક્કસ જાણ કરજો, મારે સાતમ-આઠમ માં ફરવા માટે હેલિકોપ્ટર લેવું છે એટલે એવરેજ વિશે જાણવું છે.

 Ramuji funny jokes 2022

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે કેવા સબંધ કેવા છે ?
રાજસ્થાન વાળા દવા લેવા ગુજરાતમાં આવે ને ગુજરાતી દારૂ લેવા રાજસ્થાન જાય. આમ ગુજરાત અને રાજસ્થાન ના સબંધ દવા-દારૂ જેવા છે.

 Gujrati Jokes 2022

પોલિસ અને પત્ની એક જ જાતિના મૂળાક્ષરોથી બનેલા હોય છે, એના લીધે પોલીસ રિમાન્ડ અને પત્ની ડિમાન્ડ કરે છે.

 Gujarati new comedy jokes 2022

Gujarati jokes comedy addo


કયું એવું સંગીત છે કે જે વગાડનાર સાંભળી શકતો નથી ?
મંગુ : નસકોરાં નો અવાજ

 Gujarati Trending funny Jokes 2022

Gujarati jokes comedy addo


શ્રાવણની શ્રેષ્ઠ સલાહ : શનિવારે ગંજીફો રમવો નહિ, નહિ તો સોમવાર સુધી જામીન મળશે નહીં, રવિવારે મચ્છર મારવા પડશે.

 Gujarati jokes

Gujarati jokes comedy addo


ચીનની દીવાલ જો ભારતમાં હોત તો શું થાત ?
મગું : થાય શુ ભારત પાસે સૌથી લાંબી મુતરડી ની વિક્રમ હોત.

 Gujrati Ramuji jokes 2022

છોકરીઓ માટે છોકરાઓ ચાંદ તારા તોડવાની વાત આમ ચપટી વગાડી કરતા હોય પણ જીવનમાં પાણો મારીને કેરી ક્યારેય તોડી ના હોય.

⇝ Funny Gujrati Jokes 2022

મેં એ ચોક્કસ નોટ કર્યું છે કે ઘર પર કરાવેલો રંગ 10 વર્ષ સુધી ટકે કે ના પણ ટકે, પણ રંગની ડોલ ખરેખરમાં ટકે છે.

 Tech Gujarati Jokes 2022

આ જમાનામાં લોકો એટલા ફિલ્ટરો મારે છે, વાસ્તવિકતા જોતાં એટેક આવી જાય એવું ફિલ થાય છે.

 ગુજરાતી રમુજી કોમેડી જોક્સ 2022

હમણાં મારા પાડોશીના ઘરે સાસુ અને વહું બાઝતા તા, ત્યાં અગાશી પર ટેણીયાએ એની નાનીને આવતા જોઇ બૂમ પાડી - ત્રીજી લહેર આવે છે, સાસુ ને વહુ ચૂપ થઈ ગયા.

આ જ વિભિન્ન પ્રકારના હાસ્ય અને મસ્તી ભરેલા જોક્સ વાંચવા અમારી વેબસાઈટની ચોક્ક્સ મુલાકાત લેજો. વધુ અપડેટ્સ માટે અમારા સોશિયલ મીડિયા માધ્યમો ને ફોલો અને લાઈક કરજો.







ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.