Header Ads

Important Things For Making Funny Gujarati Jokes And Gujarati language Humorous Writers.

Important Things For Making Funny Gujarati Jokes And Gujarati language Humorous Writers.

Important Things For Making Funny Gujarati Jokes And Gujarati language Humorous Writers.
ગુજરાતી રમૂજ અને સાહિત્યકારો



રમુજી ગુજરાતી જોક્સ રચના માટે મહત્વની બાબતો ગુજરાતી ભાષાના હાસ્યકારો.


નમસ્કાર મિત્રો..


સામાન્યરીતે વિવિધ તબક્કે નિર્દોષ હાસ્ય ઉપન્ન થતું રહે છે. રમુજની કોઈ ચોક્કસ પરિભાષા બાંધવી અઘરી છે, તેમ છતાં વિવિધ એવી બાબતો છે જે ચોક્ક્સ પણે અસર કરતી હોય છે.


આ વિવિધ બાબતે સવિસ્તાર આ આર્ટિકલ અંતર્ગત જાણીશું.


 રમુજી ગુજરાતી જોક્સ રચનાના મુખ્ય પાંસા : 

  • વિષયવસ્તુ 
  • રજૂ કરવાની ઝડપ
  • પંચ લાઇનમાં સમય
  • અપેક્ષા વિરુદ્ધ કટાક્ષ કે રમૂજ


✔ ગુજરાતી જોક્સ વિષયવસ્તુ સામગ્રી :


રમૂજ રજૂ કરવા કોઈ ચોક્કસ વિષયવસ્તુ કે સામગ્રીની જરૂર નથી, અત્યારે સર્વે વિષયો જેવા કે રાજકારણ, ટ્રેન્ડ, સ્પોર્ટ્સ, લગ્ન, સામાજિક અને ધાર્મિક વગેરે રમૂજ માટે આવરી લેવાયા છે. રમૂજ કોઈ પણ વિષય સાથે અનુબંધ ધરાવતું હોય પણ એમાં નિર્દોષ હાસ્ય સમાયેલું હોય તો એ અસરકારક રમૂજ ગણી શકાય. સામગ્રી સામાન્ય શબ્દો વડે રચાયેલી તેમજ સરળતાથી સમજી શકાય તેવી હોવી જોઈએ. આજે ગંભીર વિષયો પર પણ સહજ રમૂજ ઉત્પન્ન કરી શકાય છે. આમ ગુજરાતી જોક્સ માટે ચોક્કસ વિષયવસ્તુને વળગી રહેવું એવું કંઈ નથી.


✔ ગુજરાતી જોક્સ રજૂ કરવાની ગતિ


જોક્સ રજુ કરવાના વિવિધ માધ્યમો છે. જ્યારે કોઈ લખાણ સ્વરૂપે જો રમૂજ રજૂ કરવા માટે વિષય સાથે જોડી રાખવું મહત્વનું છે આથી થોડા શબ્દોમાં કે વાક્યોમાં મૂળ ભાવ સુધી પહોંચે તે જરૂરી છે. જયારે શ્રવણ સ્વરૂપે બોલીને રજૂ કરવાનું હોય તો તે ગતિનો અંદાજ આંકવો એકદમ જરૂરી છે.


✔ ગુજરાતી જોક્સ માટે પંચલાઈન


ગુજરાતી જોક્સમાં પંચલાઈનનું ચોક્કસ મહત્વ છે, સામાન્ય રીતે કોઈ સમૂહ માં વાત થતી હોય ત્યારે વિષયની હાજરીમાં જ તાત્કાલિક સમયે મુખ્ય રમૂજ સાથે જોડીએ અને પંચલાઈન રજૂ કરીએ તો ખૂબ જ અસરકારક નીવડે છે.


✔ અપેક્ષા વિરુદ્ધ કટાક્ષ કે રમૂજ :


સામાન્ય રીતે કોઈ પણ જોક્સ રજૂ થતો હોય અને એ અંગે અંદાજ લગાવી શકાય હોય તેમ હોય તો એ રમૂજ વધુ અસરકારક રહેતું નથી, આથી રમૂજ પ્રેશક અપેક્ષા ઉલટ રહે તો શ્રોતા કે પ્રેશકની ઉત્સુકતા વધુ રહે છે.


આમ વિવિધ બાબતો છે જે ગુજરાતી જોક્સ અને રમૂજ માટે ખાસ અનિવાર્ય છે તેનું ચોક્ક્સ ધ્યાન રાખવું જોઈએ.


👤 ગુજરાતી ભાષાના વિવિધ હાસ્યકારો :


ગુજરાતી ભાષામાં હાસ્ય ક્ષેત્રે ઘણા લોકોએ પોતાનું સાહિત્યની રચના કરી છે. એમના લખાણ દ્વારા વિવિધ સાહિત્યકારોને આ વિષયમાં લખવા માટે પ્રેર્યાં છે. ખાસ કરીને ગુજરાતી ભાષામાં 'બકુલ ત્રિપાઠી' અને 'જ્યોતીન્દ્ર દવે' ખાસ નામ આવે છે. આ ઉપરાંત 'તારક મહેતા', 'અશોક મહેતા', 'નિર્મિશ ઠાકર', 'રતિલાલ બોરીસાગર', 'વિનોદ ભટ્ટ', 'શાહબુદ્દીન રાઠોડ', 'હરનિશ જાની' અને 'મધુસુદન પારેખ'.


⇒ જ્યોતીન્દ્ર દવે દ્વારા 'વડ અને ટેટા' અને 'વ્યતીતને વાગુળું છું' જેવી કૃતિઓ રચવામાં આવી.


⇒ તારક મહેતા દ્વારા 'તારક મહેતાના ઊંધા ચશ્માં' જે આધારિત હિંદી સિરિયલ પણ પ્રચલિત છે. આ ઉપરાંત 'ટપુડાનો તરખરાટ' કૃતિ પણ હાસ્યથી ભરપૂર છે.


⇒ 'હસતાં-હસાવતા' એ શાહબુદ્દીન રાઠોડ ની કૃતિ પ્રખ્યાત છે. લેખક પોતે પ્રખ્યાત ગુજરાતી હાસ્યના નામી વક્તા હતા.


⇒ 'પહેલું સુખ તે મૂંગી નાર', 'આજની લાત', 'વિનોદ ભટ્ટની અ-રહસ્ય કથાઓ', 'વિનોદ ભટ્ટના પ્રેમપત્રો', 'સુનો ભાઇ સાધો', 'વિનોદ'ની નજરે', 'અને હવે ઇતિ-હાસ', 'આંખ આડા કાન', 'ગ્રંથની ગરબડ' અને 'નરો વા કુંજરો વા'  વગેરે વિનોદ ભટ્ટની હાસ્યકૃતિઓ છે , લેખક ગુજરાતી ભાષામાં હાસ્ય ક્ષેત્રે મોટા ગજાના વ્યક્તિ હતા.


ગુજરાતી ભાષામાં ઘણા હાસ્ય લખાણો અને રમૂજની વાતો અંકરેલી છે, આપ પણ આ ક્ષેત્રે જોડાય લોકોને નિર્દોષ હાસ્ય પૂરું પાડે તેવી અપેક્ષા.


આ આર્ટિકલ આપણે ગમે તો ચોક્કસ અન્ય આર્ટિકલ વાંચજો, મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરજો અને અમારા સોશિયલ મીડિયા પેજને લાઈક કરજો, અમારી અપડેટ્સ આપના સુધી પહોંચતી રહે.




ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.