Header Ads

ગુજરાતી ભાષાનું ગૌરવ સમાન મનમોજીલાપણું એટલે ગુજરાતી જોક્સ

ગુજરાતી ભાષાનું ગૌરવ સમાન મનમોજીલાપણું એટલે ગુજરાતી જોક્સ|Gujarati jokes are the pride of Gujarati language -@comedyaddo.in

વ્હાલા દોસ્તો.
નમસ્કાર..

ગુજરાતી જોક્સ અને ટુચકા


ગુજરાતી માણસોને જમવામાં મીઠાશ અને બીજું એની લ્હેકાઓથી ભરપૂર બોલાતી બોલી(ભાષા) વડે સમગ્ર દુનિયા કાયલ છે. આપણે આ આર્ટિકલમાં ગુજરાતી ભાષાના અને લોકોના ઘરેણાં સમાન થોડાં ટુચકા(જોક્સ) વાંચવાનો અદભુત અનુભવ આપશું.


બાલ સાહિત્યકાર શ્રી રમણલાલ સોની ના જીવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ : રાખનું પંખી


ગુજરાતીઓની શાન : ગુજરાતી જોક્સ

ગુજરાતી પ્રજા મસ્તમોજી સમાજ છે, કોઈ અઘરી વાત પણ સરળ શૈલીમાં પીરસી અને હળવી બનાવે છે. આજે ગુજરાતી સમગ્ર દુનિયાના લગભગ બધા ખુણાઓમાં વસે છે, પણ દરેક ગુજરાતીઓના DNA માં લગભગ હળવા શૈલીના જોક્સ અથવા ટુચકા ભરેલા હોય છે. એમ કહેવાય છે ગુજરાતનો વ્યક્તિ જ્યાં પણ વસે ત્યાં ગુજરાત જેવું વાતાવરણનું નિર્માણ કરી દે છે. એમના મીઠી બોલી અને રમુજી ટુચકા ગુજરાતીઓની શાન છે.

અહીં હૃદય, તન અને મનને ઠંડકનો અનુભવ કરાવે તેવા થોડા ગુજરાતી ફની, કોમેડી, રમુજી જોક્સ અને ટુચકા રજુ કરવાનો પ્રયાસ કર્યો છે. જો આપણે ગમે તો ચોક્ક્સ તમારા સ્નેહીજનો સાથે શેર કરજો.

ગુજરાતી ફની જોક્સ :

ગુજરાતી માણસની મોટી પ્રેરણા -

આ લોકડાઉનમાં જેટલી કડકાઈથી SOP નું પાલન કરશો એટલા વહેલા પોતાની પત્નીની કેદમાંથી મુક્ત થઈ શકશો.

છોકરી- છોકરા વચ્ચે તફાવત -

છોકરી હંમેશા પોતાનું બધું કામ પૂર્ણ કરીને વાત કરશે અને છોકરા બધા કામને લાત મારીને વાત કરશે.

પારિતોષિકના સાચા હકદાર -

ખરેખર એવા છોકરાઓને પદ્મ'રત્ન' આપવો જોઈએ
કે જેઓ છોકરીની આઈડી બનાવીને 100-150 છોકરાંઓનું મનોરંજન અને સમાજ સેવા કરે છે.

ભૂરો વેલ્ડીંગવાળો -

મને તો પ્રેમમાં તૂટેલી છોકરીની જરૂર છે, બાકી વેલ્ડીંગ તો હું જાતે જ કરી નાંખીશ.

લોકડાઉનમાં વિકાસ -

જેમ જેમ લોકડાઉન વધતું જાય છે, એના પરથી એવું લાગે છે કે ઘરે રહીને પુરૂષો રોટલીની સાથે સાથે ચોટલી બનાવતા પણ શીખી જશે.

ભયભીત પતિઓ -

24 કલાક સુધી પત્ની સાથે રહેતા પતિઓ હીંચકી આવવાના કારણે ભયભીત રહે છે.

સરકારી(ઘરેલુ) કૈદી -

પત્ની એના પતિને કહે છે કે 'એવો કયો નિયમ છે કે દરરોજ ભોજન બનાવીને પતિને જમાડવા જ પડે.'
પતિ જવાબ આપે છે કે 'મારી ગાંડી...આખી દુનિયાનો નિયમ છે કે કૈદીઓને સરકારે જ જમાડવા જ પડે.'

રોચક શોધ -

ગુસ્સામાં પત્ની પતિની સામે બડબડ તો કરતી રહે છે પણ ઘરના બધા કામ ઝડપથી પૂરાં કરી દે છે.

પડોશણનો ટોન્ટ -

હવે લગ્ન કરી લ્યો, કયાં સુધી બીજાની અમાનત પર ગંદી નજરો નાખતા રહેશો.

પ્રેમનો તરષ્યો -

ખરેખર એકદમ સાચો પ્રેમ કરનાર 80 કિલોની પ્રેમિકાને 'બેબી' કહીને બોલાવે છે.

પડોશણનો ફન્ટુશ ટોન્ટ -

પોતાની પડોશણ પર લાઈનો મારવાવાળાઓ સુધરી જાઓ કેમકે તમારાવાળી પણ બીજા કોઈકની પડોશણ હોય છે.

સ્ટેટ્સ ઘેલીઓ -

જુના જમાનામાં સ્ત્રી પોતાના રાજ હૃદયમાં સાચવીને રાખતી, જ્યારે આજે મોબાઈલમાં સ્ટેટ્સ મૂકીને દુનીયા સમક્ષ ખુલ્લા પાડી દે છે.

ઉધાર -

ત્રણ મહિનાથી એક ભાઈ મારી પાસે ઉધાર પેટે પૈસા લેતો રહ્યો એમ કહીને કે મારી પત્ની હોસ્પિટલમાં છે. આજે હોસ્પિટલમાં જઈને જોયું ત્યારે ખબર પડી કે એની પત્ની તો નર્સ છે.

આવા વિવિધ જોક્સ માટે અમારી વેબસાઈટ www.comedyaddo.com ની મુલાકાત લેતા રહેજો. આ આર્ટિકલ જો તમને ગમે તો તમારા સ્નેહીજનો સાથે શેર કરજો.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.