Header Ads

New Gujarati Comedy Jokes 2021 || Best Funny Gujarati Jokes 2021

New Gujarati Comedy Jokes 2021 | Best Funny Gujarati Jokes 2021

New Gujarati Comedy Jokes 2021


નમસ્તે દોસ્તો !

ઉનાળાની સખત ગરમીમાં કુલર અને પંખાની હવા માફક આવી ગઈ હશે. આ સમયે આમ તો તરબૂચ અને ટેટીની મહેફિલ માણી જ હશે, કેમકે કેશર કેરી ખાવા લાયક વાવાઝોડાએ રાખ્યા નથી.

આવા સમયમાં માત્ર તમને રમૂજ મળી રહે તે તમે હસતા રહો એ અપેક્ષાએ અમારા પ્લેટફોર્મ દ્વારા થોડા એકદમ નવા ગુજરાતી જોક્સ તમને પહોંચાડવા જઈ રહ્યા છીએ, જે તમને ચોક્કસ ગમશે.

ઉનાળામાં અસહ્ય ગરમીમાં  પણ રમૂજ ક્ષણો બનતી હોય છે, આ ક્ષણો ને  જોક્સ રૂપે દર્શાવી છે. માણો જોક્સ :  Summer jokes

આપના સુધી એકદમ નવા New Funny jokes મળી રહે તે બાબતે ખાસ જોક્સ રજૂ કર્યા છે.


ચંગુને ચાર-પાંચ દિવસથી ખંજવાળ આવતી તી એટલે શંકા જન્મી એટલે દાક્તરને બતાવ્યું કે બ્લેક ફંગસ તો નહીં થયું હોય ને.

દાક્તરે ચેક કરીને પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું કે 'વાળ કપાવો, આંખોમાં જાય છે'.


ચમચી જે થામડામાં રહે તે ઠામને ખાલી કરી દે છે, એટલે માટે ચમચોથી સાવધાન રહેવું જોઈએ.


એ મને છોડીને ચાલી ગઈ તો હું મરવા જ જવાનો હતો, બધી તૈયારી કરી લીધી પછી યાદ આવ્યું કે એની બહેનપણી પણ નંબર આપ્યો તો તરત જ જીવ આવી ગયો.


શિક્ષકના લગ્ન બાદ તેમના વિધાર્થીઓ પૈકી ચંગુએ વધામણી મેસેજ કર્યો - " નમસ્તે સર, લગ્નજીવનની ખૂબ શુભકામનાઓ...અમે આશાવાદી છીએ કે આપ હવે ગુસ્સો શાળામાં નહિ કાઢો."


એક મહિલા દાક્તર પાસે બતાવવા ગઈ તો , દાક્તરે કહ્યું બેન તમારે હિમોગ્લોબીન ઉણપ છે, લોહી અને કેલ્શિયમની ઘટ છે, વિટામીન ઘણી જાતના ઘટે છે. થોડીવાર વિચારીને મહિલા એ જવાબ આપ્યો કે "આટલી ભૂલો તો મારી સાસુએ પણ ક્યારેય ગણાવી નથી."


ચંગુએ મગુંને કહ્યું - કાલે ભાભીને હાર્મોનિયમ લઈ આપ્યું હતું તું તો પછી લઈને પાવો કેમ આપી દીધો.

મગું - હાર્મોનિયમ આપ્યુ તો ગાવા માંડતી તી એટલે પાવો આપ્યો ભલે ફૂંકો માર્યા રાખે.


ચંગુ - આજ કુછ તુફાની કરતે હૈ...

મગું - ચાલ ત્યારે તારી પત્નીને તારે ગર્લફ્રેંડ છે એના વિશે માહિતી આપું.


પછવાડે પણ વાતો થતી હોય તોય પકડી પાડે તેને પત્ની કહે છે, જ્યારે એ વાતોનો અર્થ સમજાવી સમજાવી ગાંડો થાય એને પતિ કહે છે.


એક વાર એક ભાઈ બાબા પાસે રૂપાળી પત્નીની અપેક્ષા ગયો અને કહ્યું - 'બાબા, મારે રૂપાળી સ્ત્રી જોઈએ છે'.

બાબા -  મૂર્ખ બાળક! જરૂર કરતાં વધુ રૂપાળી સ્ત્રીના કારણે મર્દને નોકરીની સાથે સાથે ચોકીદારી કરવી પડે છે, એટલે કાળી-બલાડી જ સારી હો..


ચંગુ - ગાય અને બિલાડી બંને બહેનો છે.

મગું - હોતી હશે?

ચંગુ - કેમકે ગાય માતા છે અને બિલાડી માસી છે, આમ માતા અને માસી બહેનો કહેવાય ને..


લગ્નગ્રંથિથી જોડાયેલી પત્ની જો દુઃખી સ્ટેટ્સ વ્હોટ્સએપમાં રાખે તો એમ ન સમજવું કે એ પ્રેમમાં છે.

એવું પણ બને કે પતિ ને મારીને પોતાનું રીએક્શન આપ્યું હોય.


જ્યારે કોઈ તમારી કિંમત ના કરે તો જાતે જ સમજી જવું કે કબાડી હીરાની સાચી કિંમત ના આંકી શકે, બાકી મસ્ત રહો ને મોજમાં રહો.


પતિ-પત્નીના ઝઘડામાં નવા વિષયો આવવા માંડયા છે - ઘરે સારી રીતે પોતું થતું નથી ને ઓફિસો સંભાળવાની વાતો કરે છે, તંબૂરો ય ના થાય તમારાથી એટલે કહું છું બે વખત પોતું કરી નાખો.


કોઈપણ સોશિયલ મીડિયાના માધ્યમ પર છોકરી દ્વારા થેન્ક્સ કે આભાર લખાય જાય તો દુનિયાનો એકપણ છોકરો ના નીકળે કે એનો રીપ્લાય વેલકમ દ્વારા ના આપે.


પુરૂષો લગ્ન કેમ કરતા હશે?

ચંગુ - મર્યા પછી નરકમાં જાય તો જરાય ખોટું ના લાગે એટલે.


પ્રેમી - પ્રિયતમ ! હું તારા હાથમાં હાથ નાખીને લોન્ગ ડ્રાઈવ કરવા ઈચ્છું છું..

પ્રેયસી - હવે સાચું જ કહી દે પેટ્રોલ ભરાવવાની ઔકાત નથી ને માત્ર મશકા મારે છે.


મગુંડી કાલે ગાંજો લગાવી ને કહેતી તી - 'હું હિમાલય ઉપર જવું છું, કોઈને પ્રેમ રોગની જડીબુટ્ટી જોઈતી હોય તો કહી દેજો પછી પાછળથી કહેતા નઈ કે કીધું નહોતું.' તમારે મંગાવવી હોય તો કહી દેજો.




ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.