Header Ads

Best Gujarati Ramuji Jokes

11 બેસ્ટ ગુજરાતી રમુજી ફની જોક્સ

Gujrati ramuji jokes


નમસ્કાર મિત્રો, 

ગુજરાતી ભાષા અને તેની હાસ્ય કલા ખુબ જ પ્રચલિત છે, આપણે આવા જ રમુજી ફની જોક્સ માણીએ.


મંગુ એક્ઝામ આપવા ગયો તો સાથે પલંબર લઈને ગયો કેમકે એને ખબર હતી કે પેપર લીક થઈ ગયું છે.


મેં પડોશણ પાસેથી નંબર લીધો એ મારું ટેલેન્ટ, પણ એ ફોન કર્યો તો ના લાગ્યો એ એનું ટેલેન્ટ.


પત્નીને પતિ કહે છે : લાવ, તારા હાથની આંગળીઓ દબાવી આપું?

થાકી ગઈ હશે નચાવી નચાવી ને.


પત્ની (રસોઈ બનાવતી ) : બે ખાશો કે ત્રણ?

પતિ : ચોખ્ખું બોલ, રોટલી કે ભાખરી બાકી શંકા જન્મે છે.


ટીચર : જો સ્ત્રીઓના ચહેરા એક જેવા હોત તો શું થાત ?

મંગુ : થવાનું શુ? ગેસના બાટલાની જેમ આજ આના ઘરે, કાલે બીજાના ઘરે.


કેરીનો વેપારી : આવી અફવા કોણે ફેલાવી હશે કે સાદી કેરીના બોક્સમાં વિમલ મૂકવાથી કેસર કેરી થઈ જાય.

ટેલેન્ટેડ મગું : અજય દેવન અથવા શાહરૂખ ખાન.


ટીચર : સૌથી વધુ નશો શેમાં હોય છે?

મંગુ : ચોપડીમાં, વળી.

ટીચર : કેવી રીતે?

મંગુ : કેમ કે ચોપડી ખોલતાની સાથે નીંદર આવવા માંડે છે.


ભગલો જ્યોતિષને હાથ બતાવીને કહે છે 'મારી હાથમાં મારા લગ્ન થાય એવું છે." 

જ્યોતિષ : ના..

ભગલો : કેમ..એમ..

જ્યોતિષ : તારા હાથમાં સુખેસુખ લખેલું છે, લગ્ન માટેની રેખાઓ ક્યાંથી હોય?


શિષ્ય : એવી પત્નીને શુ કહેવાય?  જે રૂપાળી, ધોળું, લાંબી, સુંદર, હોશિયાર, પતિનું કીધું માનતી હોય અને ઝઘડો ના કરતી હોય?

ગુરૂ : બેટા, ચેલા! એને મનનો વહેમ, મનનો વહેમ જ કહેવાય; બાકી બીજું કંઈ ન કહેવાય.


મગું : આપણે સાથે મળીને કોરોનાની સાથે લડીયે અને કોરોનાને હરાવીએ..

મગુંડી : મને કોરોના સાથે લડવાનું નહિ ફાવે, હું તો બસ તમારી સાથે જ લડીશ.

( શું કરી લેવું બોલો)


અત્યારે ઘરની બહાર જવું પણ મુશ્કેલ છે ને છાપાંમાં રાશિફળ બતાવે છે કે તમારી રાશિમાં 'પ્રવાસ યોગ' છે.

મને ચિંતા થાય છે કે શું એમ્બ્યુલન્સમાં લઇ જશે કે શું?

આવા વિવિધ હાસ્ય ભરેલા જોક્સ માટે અમારા સોશિયલ માધ્યમને ફોલો કરો અથવા COMEDYADDO ની મુુુલાકાત 



ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.