Header Ads

11 GUJARATI FUNNY JOKES| BEST COMEDY JOKES IN GUJARATI

11 GUJARATI FUNNY JOKES| BEST COMEDY JOKES IN GUJARATI

Gujrati jokes


આજે લગ્નની મને કંકોત્રી મળી, એમાં જોયું તો બધું ઠીક પણ નીચે લખેલ હતું : STAY HOME,  STAY SAFE..

સાલું સમજાતું નથી કે બોલાવ્યા છે કે ના પાડી છે.


મારૂં અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક જેવું છે. જો દેશમાં કંઇપણ થાય તો મોદી સાહેબનું અને ઘરમાં કંઈપણ થાય તો મારૂં નામ આવે છે.


હમણાં હું શાકભાજી લેવા માટે બજારમાં ગયો ત્યાં શાકભાજીવાળાએ મને શાકભાજી એકદમ કસીને જોખી આપ્યું તો મેં એને પૂછ્યું : તમે તો સોનીની જેમ જોખીને આપ્યું. શાકભાજીવાળાએ જવાબ ધીમેકથી કાન માં કહ્યું : હું સોની જ છું, લોકડાઉનના કારણે એ દુકાન બંધ છે એટલે આ શરૂ કર્યું છે.


પ્રોફેસર બૂચ દવા માટે દાક્તર પાસે ગયા.

દાક્તરે ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો.

બૂચ સાહેબ હસ્યા...

દાક્તરે પૂછયું : કેમ હસ્યા?

બૂચ સાહેબે જવાબ આપ્યો : દરરોજ બાટલા ઉપર બૂચ હોય છે ને આજે બૂચ ઉપર બાટલો છે એટલે...


સમયનો કોઈ ભરોસો નહિ હો..

હોટલમાં જે ગરમ લીંબુ પાણી વડે જમ્યા પછી હાથ ધોતા એને પીવીએ છીએ અને સાંજે જે આલ્કોહોલ પીતા, એના વડે હાથ ધોઈએ છીએ.

પ્રભુ તારી લીલા અપરંપાર.


બંધ દુકાનની શટર પર લખ્યું હતું કે ઓનલાઈન ઓર્ડર આપવા માટે નીચેના નંબર પર ફોન કરો.

એ નંબર પર ફોન કર્યો તો જવાબ આવ્યો કે શાંતિથી શટર ઊંચું કરી અંદર આવી જાવો.

હું બજારમાં શાક લેવા ગયો..


એક બહેને મારો હાથ ખેંચીને કીધું ભીંડા લઇ લઉં? તમે બનાવી દેશોને?

મેં મોંઢા ઉપરથી માસ્ક ઉતાર્યો તો એ શરમાઇ ને બોલી : એ..માં.. મારા ઈ કયાં ગયા? સેમ આવો જ માસ્ક પહેર્યો છે.

એટલે જ કહું છું, ખતરો હજુ ટળ્યો નથી.


કોરૂં દારૂ પીતાં ગુજરાતીને જોઈને રાજસ્થાની બોલ્યો થોડું પાણી તો નાંખી લે.

ગુજરાતી બોલ્યો : એટલું પાણી તો અમને દારૂ જોઈને પણ મોંઢામાં આવી જાય.


આપણે 2020 ને ખોટી ગાળો આપી હો બાકી સાચી ઔકાત 2021 બતાવી રહ્યું છે.

2020 તો માત્ર ટ્રેલર જેવું હતું બાકી 2021 તો આખા ફિલ્મ જેવું નીકળ્યું.


છોકરી : હું તો એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ ઊંચો હોય.

છોકરો : તો હું એકદમ લાયક મુરતિયો છું કેમકે મારો પાનનો ગલ્લો માઉન્ટ આબુ પર છે.


છોકરી : કુછ એસા કર કમાલ કે તેરા હો જાઉં.

છોકરો : હાલ તો તને પ્રેગનેટ કરી દવું.

છોકરી : જા.. નાલાયક..


ગુજરાતી વિવિધ પ્રકારનાં જોક્સ માટે અવારનવાર અમારી આ વેબસાઇટની મુલાકાત લેતા રહો. અહીં માત્ર ઉદેશ્ય તમને મનોરંજન પૂરતો છે. આ ઉપરાંત વધુ અપડેટ માટે અમારા સોશિયલ માધ્યમોની પણ મુલાકાત લઈ શકો છો.










ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.