Header Ads

Best Motivation Quotes In Gujarati fonts With Images | Grand Father-mother Best Gift For Us | દાદા-દાદી મારા પ્રેરણાસ્ત્રોત

Best Motivation Quotes In Gujarati fonts With Images | Grand Father-mother Best Gift For Us | દાદા-દાદી મારા પ્રેરણાસ્ત્રોત

Comedyaddo


નમસ્કાર દોસ્તો,

રોજબરોજના જીવન કાળમાં એવી કેટલીય ઘટનાઓ થતી હોય છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે, એમાંનું શ્રેષ્ઠ પાત્ર દાદા હોય છે, એમની સાથેનો સંવાદ પ્રેરણાસ્ત્રોત સમાન હોય છે. દરેક વ્યક્તિ જેણે બાળપણમાં પ્રેરણાદાયી દાદા-દાદીની છત્ર છાયા મળી હોય નસીબદાર ગણાય છે. દાદા તેમજ દાદી સાથે થયેલ સંવાદ અને એમના દ્વારા મળેલ પ્રેરણાના થોડા કિસ્સા અહીં રજૂ કરું છું. 

આ વિવિધ મોટિવેશન કવોટ્સ ગમે તો આપણા સ્નેહીજનો સાથે શેર કરજો.

બેસ્ટ ગુજરાતી ટુચકા વાંચો અને જુઓ : અહીં ક્લિક કરો



દાદા અને પૌત્ર ઘરમાં બેઠેલા હતા..

દાદા : દીકરા હવે સુઈ જા, નહીં તો મારી પાસે આવીને ગપ્પાં માર..

પૌત્ર : હું થોડી વાર ટી.વી.જોવું દાદા?

દાદા : નહિ હો..

પૌત્ર : સારું આવ્યો , એક સવાલ છે દાદા..

દાદા : બોલ તો શું હતો..?

પૌત્ર : શું આપણે કાયમ છ માણસો જ રહીશું, તમે, હું, મમ્મી, પાપા, નાની બહેન ને બિલાડી..?

દાદા : નહિ, આવતીકાલે તારા માટે એક મજાનો કૂતરો લઈ આવીશું એટલે સાત સાત થઈ જાશું..ઓકેય

પૌત્ર : પણ તે કૂતરો તો બિલાડીને મારી નાંખશે અને પછી પાછા આપણે છ જ થઇ જાશું..

દાદા : પછી પરણાવશું એટલે સાત માણસો થઈ જાશે..

પૌત્ર : પણ નાનીબેન લગ્ન કરીને ચાલી જશે તો પાછા છ થઇ જાશું..

દાદા : પછી તારા ઘરે એક મસ્ત મજાનો પ્રિન્સ જેવો દીકરો જન્મશે એટલે સાત થઈ જાશું..
પૌત્ર : પણ દાદા પછી તમે  ગુજરી જશો.. એટલે પાછા છ થઇ જાશુ..

દાદા : જા તું ટીવી જો હો..

આ પ્રકારની વિવિધ હાસ્ય અને રમુજી પોસ્ટ વાંચવા માટે અમારા સોશિયલ માધ્યમોને ફોલો કરો.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.