BEST GUJARATI COMEDY JOKES | BEST FUNNY JOKES IN GUJARATI |
BEST GUJARATI COMEDY JOKES | BEST FUNNY JOKES IN GUJARATI |
Hello friends,
Gujarati people famous for trade and funny life. GUJARATI people lives all around world. So, we hope that gujarati people will enjoy and free for any things.
We provide gujarati people to various gujrati funny and comedy jokes in various category like change-mangu jokes, comedy gujarati jokes, husband-wife jokes, political jokes, funny quotes in gujrati font and language.
Also we provide gujrati motivation quotes, funny shayaree, suvichar etc..
GUJARATI COMEDY LOVE JOKES
મારી ગર્લફ્રેંડ મને કહે તમે આપણા પ્રેમ પર ધ્યાન રાખો.
મેં ધ્યાન રાખવાનું શરૂ કર્યું તો એના ચાર-પાંચ સેટિંગ(લફરાં)ની જાણ થઈ..🤣🤣
પ્રેમી : હું એવી છોકરી સાથે લગ્ન કરીશ કે જે મહેનતી હોય, સાદગીથી રહેતી હોય, ઘરને વ્યવસ્થિત સંભાળતી હોય, અને આજ્ઞાકારી હોય.
પ્રેમીકા : મારા ઘરે આવી જા, મારી નોકરાણીમાં એ બધાં લખણ છે.
GUJARATI PATI-PATNI JOKES
પત્ની : તમને એક કરોડની લોટરી લાગી જાય અને એ જ દિવસે મારૂં અપહરણ પણ થાય, તેના બદલામાં એ લોકો એક કરોડ રૂપિયા માંગો તો તમે શું કરો?
પતિ : તારો સવાલ લાખ રૂપિયાનો છે પણ એકીસાથે આવી બે-બે લોટરી લાગી શકે?☺️
એક દુખીયારો પતિ પત્નીનું ભાષણ સાંભળીને બહાર નીકળ્યો અને કૂતરા પાસે જઈને બેસી ગયો.પછી કૂતરાને કીધું કે તારા અને મારામાં માત્ર બે પગનો જ ફેર છે બાકી હાલત તો એકસરખી જ છે.😋😋
એકવાર એક બેન પાણી પીવા માટે રાત્રે રસોડામાં ગયા ને ત્યાં ચુડેલ અથવા ભૂત જોઈને ડરી ગયા અને બીજા દિવસે બેનને જોરદાર તાવ આવી ગયો તો એનો પતિ પેલા બેનને દવાખાને લઈ ગયો. ડોકટરે તપાસ કરી અને દવા આપીને કહ્યું કે તમે રસોડામાંથી અરીસો કાઢી નાંખજો😃
GUJARATI POLITICAL JOKES
સગાં પણ વિરોધ-પક્ષના નેતા (પાર્ટી) જેવા હોય છે, તમે ગમે તેટલું સારું કામ કર્યું હોય પણ નિંદા તો કરવાની એટલે કરવાની..😀
ઉમેદવાર : આ હજાર રૂપિયા પકડો અને મત મને જ આપજો હો..
મતદાતા : સાહેબ મારે હજાર રૂપિયાને શું કરવા?હું બેકાર છું એટલે જો તમે મને એક ગધેડો અપાવી દો તો હું તેના થકી રોજી-રોટી કમાઇ શકું ને આખી જીંદગી તમને વોટ આપીશ.ઉમેદવારે તપાસ કરવી પણ ગધેડો ૨૦ હજાર રૂપિયાથી ઓછામાં મળતો નહતો, એટલે તેમને ફરીને મતદાતા પાસે આવીને કહ્યું કે ગધેડાની કિમત તો ૨૦ હજાર રૂપિયા છે ને એટલા બધા રૂપિયા હું તમને ના આપી શકું એટલે આ હજાર રૂપિયા પકડો અને મને વોટ આપજો.
મતદાતા : સાહેબ જો ગધેડો પણ પોતાની કિમત ૨૦ હજાર કરતો હોય તો હું તો મનુષ્ય છું એટલે મારી કિમત આંકવી રહેવા દો અને સારાં કામો કરો અને લોકોના દિલ જીતો, પછી માણસો ખરીદવાની જરૂર નહી પડે.
GUJRATI COMEDY JOKES
ચંગુ : મગું કેટલો ટાઈમ થયો છે?મંગુ : મને ક્યાંય સમય જોતાં આવડે છે?ચંગુ : સારૂં કઈ વાંધો નહિ, પણ જોઈને જણાવ કે મોટો કાંટો અને નાનો કાંટો ક્યાંય છે?મંગુ : બંને કાંટા ઘડિયાળમાં છે.
If you like jokes and other funny or motivation things you will share it your friends or other people touch with you.
વધુ અપડેટ માટે www.comedyaddo.in ની મુલાકાત લેતા રહેજો.
ટિપ્પણીઓ નથી