Header Ads

Compilation of Gujarati Foundation Day Quotes, Status and Greetings

 આપણે જાણીએ છીએ કે, મહાગુજરાત આંદોલન પછી 1લી મે, 1960 ના રોજ મુંબઈ રાજ્યનાં 'ગુજરાત' અને 'મહારાષ્ટ્ર' એમ બે ભાગલા પાડવામાં આવ્યા.

  દર વર્ષે 1લી મે ​​ના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત એ ભારતનાં પશ્ચિમ કાંઠે આવેલું એક રાજ્ય છે. 

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે લોકો એક-બીજાને શુભેચ્છઓ પાઠવવા ગુજરાત સ્થાપના  દિવસ Quotes શોધતા હોય છે, એટલે આ પોસ્ટ માં હું તમારા માટે બેસ્ટ ગુજરાત સ્થાપના દિવસ શુભેચ્છા તથા ગુજરાત  સ્થાપના દિવસ ક્વોટસ અને  સ્ટેટસ લાવ્યો છું. આ વર્ષે 1 મે 2022નાં રોજ ગુજરાત 62માં ગુજરાત  સ્થાપના  દિવસની ઉજવણી કરશે.

Gujarat સ્થાપના divas


ગુજરાત સ્થાપના દિવસ માટે અહીં નીચે ખુબજ સુંદર 1st May Gujarat Sthapana Divas Status, Gujarat Sthapana Divas Quotes, ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા, Gujarat Sthapana Divas Images અને Gujarat Sthapana Divas Wishes, SMS, Shayari and Massage in Gujarati આપેલ છે. જે તમને ગુજરાત સ્થાપના દિવસની શુભકામના તમારા પ્રિયજનોને પાઠવવામાં મદદરૂપ થશે. 

Gujarat સ્થાપના divas


કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું..!! 
હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું..!! 
વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું..!! 
હા હું ગુજરાત છું.

વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.! 
- ખલીલ ધનતેજવી

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત, 
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત,
ગુજરાત મોરી મોરી રે.
- ઉમાશંકર જોશી

એ જ વાતથી ગજ-ગજ ઉઠે છાતી;
હું ને મારી ભાષા બન્ને ગુજરાતી.!
- વિનોદ જોષી

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી 
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
- અરદેશર ખબરદાર

ખંત, ખમીર અને ખુશીની અમીરાત એટલે ગુજરાત,
સાહસ, સંવાદ, સમર્પણનું સગપણ એટલે ગુજરાત,
સમજદારી ભરી સમતાનુ સરનામુ એટલે ગુજરાત.

ઉત્તરે ઇડરિયો ગઢ ભલો, દખ્ખ્ણે દરિયાની અમીરાત,
ખમીર જેનું ખણખણે, એ છે ધમધમતું ગુજરાત.

ખંત ખમીર અને ખુમારી જેના રક્તમાં છે,
વેપાર વાણીજ્ય અને વીકાસ જેનો ઉદ્દેશ છે,
એવા બંકા, બહાદુર અને બણવાન ગુજરાતી ઓ ને ગુજરાત સ્થાપના દિવસની  શુભેચ્છાઓ.

વધુ અપડેટ્સ માટે અચૂક અમારા વેબ પેજ કોમેડી અડ્ડો ની મુલાકાત લેતા રહેજો..


Important Links :-

♂ બેસ્ટ ગુજરાતી ટુચકાઓ

♂ મેરેજ એનિવર્સરી શુભેચ્છાઓ

♂ ગુજરાતી સ્ટેટ્સ

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.