Header Ads

Introduction to the life of Gijubhai Badheka, popularly known as 'Muchali Maa' and his contribution in the field of education.

બાળસાહિત્યકાર, પ્રવૃત્તિમય શિક્ષણના હિમાયતી, 'મૂછાળી મા' ઉપનામથી પ્રસિદ્ધ ગિજુભાઈ બધેકાનો જીવન પરિચય અને તેમનું શિક્ષણ ક્ષેત્રે યોગદાન


બાળકોના સદૈવ પ્રિય ગિજુભાઈ બધેકા મુછાળી માં તરીકે સુપ્રસિદ્ધ છે. તેમણે શિક્ષણ પદ્ધતિમાં બાળકો પ્રવૃત્તિમય અને હસતા હસતા શીખે એ બાબતમાં શિક્ષણ ક્ષેત્રને અનેરૂ યોગદાન આપ્યું છે.


બાલ સાહિત્યકાર શ્રી રમણલાલ સોની ના જીવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ : રાખનું પંખી



Gujjubhai badheka
ગિજુભાઈ બધેકા



ગિજુભાઈનો જીવન પરિચય અને અભ્યાસ


બાળસાહિત્યકાર  ગિજુભાઈ બધેકાનો  જન્મ ચિત્તળ (જિ. અમરેલી)માં થયો હતો. તેમણે  પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું. તેઓ ૧૯૦૫માં મૅટ્રિક પરીક્ષા પાસ કરી. પ્રિવિયસનું વર્ષ પૂરું કરી મુંબઈની વેપારી પેઢીમાં જોડાયા કામ અર્થે જોડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન કર્યું. ત્યારબાદ ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ કર્યો.


ગિજુભાઈની વ્યવસાય યાત્રા


૧૯૧૩ થી ૧૯૧૬ સુધી વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર બન્યા.૧૯૧૬માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક શિક્ષક તરીકે જોડાયા.  ૧૯૧૮માં વિનયમંદિરના આચાર્ય તરીકે નિયુક્ત થયા. મોન્ટેસોરી પદ્ધતિ વડે બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્નો કર્યા. ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. ૧૯૩૬માં દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત થયા. પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન થયું.


ગિજુભાઈ એક શ્રેષ્ઠ શિક્ષક અને તેમની અનેરી શિક્ષણ પદ્ધતિ


ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર મહાન શિક્ષક હતા.  આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે તેવું સાહિત્ય સર્જન કર્યું. એમના વ્યક્તિત્વ-ઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે.


જ્ઞાનકોશોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને લઈને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે. મોન્ટેસોરી સિદ્ધાંતપદ્ધતિએ ઊભી કરેલી બાલમંદિરની પ્રવૃત્તિ પણ એમનાં સર્વ બાળસાહિત્યનાં લખાણોમાં પ્રેરક રહી છે.

Important links :-

જો તમે ગુજરાતી વ્યાકરણ અંગે જાણવા ઈચ્છો તો જુઓ:  અહીં ક્લિક કરો

બાબા સાહેબ આંબેડકરના અવતરણો : અહીં ક્લિક કરો


ગિજુભાઈ અને દિવાસ્વપ્ન


  • અત્યંત વખણાયેલ પુસ્તક દિવાસ્વપ્ન મુખ્ય છે.
  • દિવાસ્વપ્ન એ એક શિક્ષક શ્રીમાન લક્ષ્મીરામ ની એક વાર્તા છે. જેમણે શિક્ષણની રૂઢિચુસ્ત સંસ્કૃતિને નકારી છે. લક્ષ્મીરામ બાળકો પ્રત્યે ઉત્સાહી રહે છે. અને એમના પ્રયોગ ચાલુ રાખે છે, જ્યારે શિક્ષણની પરંપરાઓ અને નિર્ધારિત પાઠ્યપુસ્તકોની સખત ઉપેક્ષા કરે છે. તેમના પ્રયોગોની સૈદ્ધાંતિક પૃષ્ઠભૂમિ મોન્ટેસરીમાં છે, પરંતુ તેમની તૈયારી અને અમલીકરણ સંપૂર્ણપણે સ્થાનિક છે. આ પુસ્તક એક્વાર અવશ્ય વાંચવુ જોઇયે.


ગિજુભાઈનું બાળસાહિત્ય સર્જન


  • ‘મહાત્માઓનાં ચરિત્રો’ (૧૯૨૩), ‘કિશોરકથાઓ’- ભા. ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯). ‘રખડુ ટોળી’- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૩૩) વગેરે છ જેટલાં એમનાં કિશોરસાહિત્યનાં પુસ્તકો જાણીતાં છે.


  • બાળસાહિત્ય ગ્રંથમાળામાં પ્રત્યેકમાં આઠ પુસ્તિકાઓ સહિતની અવલોકન ગ્રંથમાળા, કથાનાટ્ય ગ્રંથમાળા, ગાતી ગ્રંથમાળા.  ચાલો પ્રવાસે ગ્રંથમાળા, જીવનપરિચય ગ્રંથમાળા, જ્ઞાનવર્ધક ગ્રંથમાળા, પશુપક્ષી ગ્રંથમાળા.  પાઠપોથી ગ્રંથમાળા, રમ્યકથા ગ્રંથમાળા અને હાસ્યવિનોદ ગ્રંથમાળા બાલોપયોગી છે.


  • ‘બાળસાહિત્યગુચ્છ’માં ‘લાલ અને હીરા’, ‘દાદાજીની તલવાર’, ‘ચતુર કરોળિયો’ જેવાં પચીસ જેટલાં પુસ્તકો છે; તો ‘બાળસાહિત્યવાટિકા’- મંડળ - ૧ માં અઠ્ઠાવીસ પુસ્તકો અને મંડળ - માં ચૌદ પુસ્તકો છે. આ ઉપરાંત ‘ઈસપનાં પાત્રો- ગધેડા’ (૧૯૩૪), ‘ઈસપકથા’ (૧૯૩૫), ‘આફ્રિકાની સફર’ (૧૯૪૪) જેવાં મહત્વનાં કહી શકાય એવાં બીજાં ચોવીસ જેટલાં બાળપુસ્તકો છે.


  • બાળશિક્ષણને લગતાં ‘વાર્તાનું શાસ્ત્ર’ (૧૯૨૫), ‘મોન્ટેસોરી પદ્ધતિ’ (૧૯૨૭), ‘આ તે શી માથાફોડ ?’ (૧૯૩૪), ‘શિક્ષક હો તો’ (૧૯૩૫) જેવાં પંદર જેટલાં પુસ્તકો.  અને ‘બાળજીવનમાં ડોકિયું’ (૧૯૨૬), ‘શિક્ષણના વહેમો’ (૧૯૨૬), ‘તોફાની બાળક’ (૧૯૨૯), ‘દવાખાને જાય, ચાડિયો’ (૧૯૨૯) જેવી તેવીસ જેટલી પુસ્તિકાઓ એમના નામે છે. અક્ષરજ્ઞાન યોજના અંતર્ગત ‘આગળ વાંચો-ચોપડી ૧-૨-૩, ‘કેમ શીખવવું’ (૧૯૩૫), ‘ચાલો વાંચીએ’ (૧૯૩૫) જેવાં ઉપયોગી પુસ્તકો અને ‘પેટલાદની વીરાંગનાઓ’ (૧૯૩૧), ‘સાંજની મોજો’ જેવાં સાતેક પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

  • ‘પ્રાસંગિક મનન’ (૧૯૩૨), ‘શાંત પળોમાં’ (૧૯૩૪) વગેરે એમનું ચિંતનસાહિત્ય છે.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.