Header Ads

સ્ત્રી દિવસની ખાસ શુભેચ્છાઓનું અનેરૂ કલેકશન

Good Collection of Special Women's Day Wishes

સ્ત્રી દિવસની શુભેચ્છાઓ પ્રકટ કરવી એક નાહક વાત છે બાકી દરેક સજ્જનને ખ્યાલ જ છે કે સ્ત્રીનું દરેક પુરુષના ઘડતરમાં ખૂબ જ મહત્વ છે. સ્ત્રી શક્તિ સ્વરૂપથી પરિચારિકાની ભૂમિકા સુધીમાં અનેરૂ અને અમૂલ્ય યોગદાન આપે છે.

Happy women day

સ્ત્રી વિશે શબ્દ વર્ણન અશક્ય છે પણ તેમ છતાં આજે મહિમાવર્ણન કરી સ્ત્રીઓનો ઋણનો આભાર વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો છે. જે આપ સૌ વાંચી તમારી વ્હાલી દરેક સ્ત્રી ભલેને પછી દીકરી, માં, પત્ની કે અન્ય કોઈ જે હોય તેમના નામે પ્રયોજી આ આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસને મનાવીએ. અને તેમને શુભેચ્છાઓ પાઠવીએ. 

#Happy Woman day

ભારતીય શ્રેષ્ઠ મહિલાઓના અણમોલ Quotes વાંચો 


સ્ત્રી દિવસની ખાસ શુભેચ્છાઓનું અનેરૂ કલેકશન


સ્ત્રી એટલે જીવનના રંગમંચ પર રિહર્સલ વિના તમામ ભૂમિકા યથાર્થ પૂર્વક અદા કરતું ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન

#આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસની શુભકામનાઓ

સરળ શૈલીમાં સ્ત્રી એટલે અગરબત્તી કેમકે જેમાં આગ પણ છે, ધીરજ અને સહનશીલતા છે. તે અગરબત્તીની માફક ધીમે-ધીમે સળગી સમગ્ર પરિવારમાં સંબંધો રૂપી સુગંધ પાથરે છે.

#હેપી ઇન્ટરનેશનલ વિમેન ડે



બેસ્ટ ગુજરાતી ટુચકા વાંચો અને જુઓ : અહીં ક્લિક કરો


પોતાનું વજૂદ ભુલાવીને દરેક સબંધ સંચરે છે; આવી તમામ સ્ત્રીઓને સલામ અને વંદન છે જે એક  મકાનને ઘર બનાવે છે.

#વિમેન ડે ની શુભેચ્છાઓ


સ્ત્રીની શક્તિ અપાર છે : મકાન આપો તો ઘર બનાવી દે, અન્ન આપો તો મીઠી રસોઈ બનાવી દે, પ્રેમથી વાત કરો તો હૃદય લૂંટાવી દે ને કોઈ વસ્તુ આપે તો ડબલ કરીને દે છે, ભલે પછી પ્રેમ હોય કે ગુસ્સો.

#Happy women day


સ્ત્રીનું મહત્વ દર્શાવતા શ્રેષ્ઠ સુ....વિચારો.


  • જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવો પ્રસન્ન થાય છે.
  • સ્ત્રી એ પુરુષનો પોષક છે અને પુરુષ એ સ્ત્રીનો શણગાર છે.
  • જયારે સ્ત્રીઓનું હૃદય  પવિત્રતાનો સાર બની જાય છે ત્યારે જગતમાં એનાથી વધુ કોમળ કોઈ વસ્તુ હોતી નથી.
  • સ્ત્રી યુવાવસ્થામાં ગૃહલક્ષ્મી, પ્રોઔધાવસ્થામાં જીવનસંગીની અને વૃદ્ધાવસ્થામાં પરિચારિકા હોય છે.
  • સ્ત્રી સ્નેહ અને સરળતા એ એક જ  વસ્તુના વિવિધ નામો છે.
  • સ્ત્રી મોટામાં મોટું દુઃખ પણ હોઠો પર સ્મિત સાથે સહી લે છે.
  • સ્ત્રી પુરુષની સહભાગી, તેના ધર્મની રક્ષક, તેની ગૃહલક્ષ્મી તથા તેને દેવત્વ સુધી પહોંચાડનારી રાધિકા છે.
  • સુયોગ્ય પત્ની પરિવારની શોભા અને ગૃહની લક્ષ્મી છે.
  • સ્ત્રીની આંખોમાં કાનુન કરતા પણ વધારે શક્તિ હોય છે. તેના આંસુ કોઈ પણ તર્ક કરતા વધારે પ્રભાવશાળી હોય છે.
 
વિવિધ પ્રકારની અપડેટ માટે અમારી વેબસાઈટ કોમેડી અડ્ડો  ની મુલાકાત લો અને અમારા સોશિયલ મીડિયા પેજને ફોલો
અને લાઈક કરો.




ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.