Header Ads

અયોધ્યા દર્શન : જો અયોધ્યામાં રામ લલાના દર્શન માટે જવું છે, તો એક ક્લિકમાં અહીં વાંચો બધી જ માહિતી


500 વર્ષની પ્રતીક્ષા બાદ કરોડો ભક્તોના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે જો તમે પણ અયોધ્યા દર્શન કરવા જવાની તૈયારી કરી રહ્યા છો, તો આ ગાઈડમાં તમને સંપૂર્ણ માહિતી મળશે.



રામ મંદિર દર્શન :-

મંદિરમાં દર્શન કરવાનો સમય

સવારે : 6.30થી બપોરના 12.00 સુધી બપોરે : 2.30થી રાતના 10 સુધી

(પરિસ્થિતિ અનુસાર સમયમાં ફેરફાર થઈ શકે છે)


કઈ રીતે મળશે પ્રવેશ?

• અયોધ્યા રામ મંદિરથી મુખ્ય પ્રવેશ દ્વાર 200 મીટર દૂર છે.

• વૃદ્ધો તથા દિવ્યાંગજનો માટે વ્હીલચેરની છે સુવિધા.

• સિંહ દ્વારથી 32 પગથિયાં ચઢીને ભક્તોને મંદિરમાં મળશે પ્રવેશ.

• પાંચ મંડપથી પસાર થઈને ગર્ભગૃહથી 30 ફૂટ દૂરથી દર્શન કરવા મળશે.



• પ્રભુ શ્રીરામ બપોરના 12 થી 2.30 વાગ્યા સુધી વિશ્રામ કરશે.

• આ સમય દરમિયાન ગર્ભગૃહના કપાટ બંધ રહેશે.

ભક્તો શૃંગાર, ભોગ અને સંધ્યા આરતીમાં સામેલ થઈ શકશે.

VVIP દર્શન માટે હાલ કોઈ વ્યવસ્થા નથી.

આરતીમાં સામેલ થવા પાસ જરૂરી


ઓફલાઇન વ્યવસ્થાઃ

આરતીમાં સામેલ થવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પાસ શ્રીરામ જન્મભૂમિ કેમ્પ ઓફિસમાંથી મળશે. પાસ લેવા માટે આઇડી પ્રૂફ અનિવાર્ય છે.


ઓનલાઈન વ્યવસ્થાઃ

https://online.srjbtkshetra.org/#/aarti પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. જોકે હજુ આ વ્યવસ્થા એક્ટિવ નથી થઈ. થોડા સમય બાદ ઓનલાઇન બુકિંગ શરૂ થશે.


મંદિરના પ્રસાદમાં શું મળશે?

રામ મંદિરમાં ભક્તોને મિસરીનો પ્રસાદ આપવામાં આવશે. ખાંડ અને ઈલાયચી મિક્સ કરીને પ્રસાદ બનાવવામાં આવશે. મંદિર પરિસરમાં જ પ્રસાદની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.


ક્યાંથી મળશે પ્રસાદ?

તમામ ભક્તોને પ્રસાદ મળી રહે તે માટે મંદિરથી પરત જવાના રસ્તા પર મશીનો લગાવવામાં આવ્યા છે. જેમાં નિઃશુલ્ક પ્રસાદ મળશે. જોકે પૈસા આપીને પ્રસાદની વ્યવસ્થા નથી.


બહારથી પ્રસાદ લઈ જઈ શકાશે?

સુરક્ષા કારણોસર કોઈ પણ ભક્ત નારિયેળ (શ્રીફળ), ફૂલનો હાર, શૃંગાર કે અન્ય કોઈ વસ્તુ મંદિરની અંદર લઈ જઈ શકશે નહીં. વિશેષ અનુમતિથી શાકાહારી અને શુદ્ધ મીઠાઇનો ભોગ લગાવી શકાશે.


મંદિરમાં અંદર શું લઈ જવાની છૂટ?

દર્શન કરતાં સમયે માત્ર પૈસા, ચશ્મા જેવી જરૂરી વસ્તુઓ જ લઈ જઈ શકાશે. બાકીની વસ્તુઓ દર્શન માર્ગ પર આવેલ લૉકરમાં મૂકી દેવાની રહેશે.




આ સિવાયની સુવિધાઓ :- 

રેલવે દ્વારા ભારતના વિભિન્ન શહેરોથી અયોધ્યા સુધી એક હજારથી વધુ વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે. 19 જાન્યુઆરીથી 100 દિવસ સુધી આ ટ્રેનો ચલાવવાની યોજના છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, પૂણે, કોલકાતા, નાગપુર, લખનૌ, જમ્મૂ-કાશ્મીર સહિતના શહેરોથી આ સ્પેશિયલ ટ્રેનો દોડશે.


રોડ કનેક્ટિવિટી :-

તમામ મોટા શહેરોથી અયોધ્યા સડક માર્ગથી જોડાયેલ છે. સરકારી તેમજ પ્રાઇવેટ બસો તથા પોતાના વાહન લઇને પણ ભક્તો જઈ શકે છે. દિલ્હીથી અયોધ્યા માટે ઉત્તર પ્રદેશ સરકારની UPSRTC બસ પણ ઉપલબ્ધ છે.


રોકાવાની વ્યવસ્થા :- 

અયોધ્યા રામ મંદિરની આસપાસના પાંચ કિમી વિસ્તારમાં રોકાવા માટે વ્યવસ્થા આ પ્રકારે છે


પાંચથી સાત કિમી નજીકમાં આ હોટલ પણ છે :

પંચશીલ હોટલ, શાન-એ-અવધ હોટલ, કૃષ્ણા હોટલ, તારા જી રિસોર્ટ. આ તમામ હોટલનું ભાડું એક હજારથી 10 હજાર રૂપિયા સુધીનું છે અને અહીંથી રામ મંદિર પાંચથી સાત કિમી દૂર છે.


શાકાહારી ભોજનની વ્યવસ્થા :-

અયોધ્યામાં શુદ્ધ શાકાહારી ભોજનની ઉત્તમ સુવિધા છે. અનેક હોટલમાં લસણ અને ડુંગળી વગરનું ભોજન પણ મળે છે. જાનકી મહેલ તથા જૈન ધર્મશાળામાં ડુંગળી-લસણ વગરનું જ ભોજન મળશે.


રામ મંદિર સિવાય અન્ય મુખ્ય સ્થળો :-

અયોધ્યામાં રામ મંદિરના દર્શન સિવાય પણ ભગવાન રામ સાથે જોડાયેલા અનેક સ્થળો આવેલા છે. જ્યાં ભગવાન રામના ચિહ પણ છે.

રામ મંદિરથી 500 મીટર દૂર: હનુમાન ગઢી

મહત્વ :

રામ મંદિરમાં દર્શન કરવા જતાં પહેલા હનુમાન દાદાના દર્શન કરવાની છે પરંપરા. મંદિરમાં હનુમાનજી માં અંજનીના ખોળામાં બેસીને દર્શન આપી રહ્યા છે.



રામ મંદિરથી એક કિમી દૂર: છોટી દેવકાલી

મહત્વ :

સીતા માતાના કુળદેવીનું છે આ મંદિર. માન્યતા છે કે અહીં તેમણે જ માતા પાર્વતીની પ્રતિમાની સ્થાપના કરી હતી અને પૂજા કરવા આવતા હતા.


રામ મંદિરથી 1 કિમી દૂર: કનક ભવન

મહત્વ :

માતા કૈકયીએ શ્રીરામ તથા સીતાજીને આ ભવન ભેટ કર્યું હતું. 1885માં ઓરછા રિયાસતના મહારાણી વૃષભાનુ કુંવરી જૂદેવીએ વર્તમાન ભવનનું નિર્માણ કરાવ્યું હતું. અહીં મુખ્ય ગર્ભગૃહમાં શ્રીરામ અને સીતાજી દર્શન આપી રહ્યા છે.

દર્શનનો સમયઃ સવારે 9થી બપોરના 11.30 સુધી અને સાંજે 4.30થી રાતના 9.30 સુધી



રામ મંદિરથી 1 કિમી દૂર: સીતા રસોડું 

મહત્વ :

રામજન્મભૂમિથી ઉત્તર પશ્ચિમ કિનારે સ્થિત આ એક પ્રાચીન રસોડું છે. જેનો ઉપયોગ માતા સીતા કરતાં હતા.


રામ મંદિરથી 2 કિમી દૂર: સરયુ તટ

મહત્વ :

અયોધ્યામાં કુલ 14 પ્રાચીન ઘાટ છે. દરેક ઘાટ સાથે માન્યતાઓ જોડાયેલી છે. ભક્તો અહીં પવિત્ર સ્નાન માટે એકત્ર થાય છે.

સરયુ પર સંધ્યા આરતી: ભગવાન રામની નગરી અયોધ્યામાં સરયુ તટ પર સંધ્યા આરતી સાંજના 6થી 7ની વચ્ચે થાય છે.



નાગેશ્વરનાથ મહાદેવ દર્શન: 2 કિમી દૂર

મહત્વ :

ભગવાન શિવને સમર્પિત આ મંદિર રામ કી પૈડી પર સ્થિત છે . એવી માન્યતા છે કે શ્રીરામના નાના પુત્ર કુશે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.


મણિરામ દાસ છાવણી : રામ મંદિરથી 1 કિમી દૂર

મહત્વ :

આ મંદિરમાં સામસામે બે હવેલીઓ છે. અહીં વાલ્મીકિજી ભવનમાં બે માળની તમામ દીવાલો પર વાલ્મીકિ રામાયણ અંકિત છે.


રામલલા સદન : રામ મંદિરથી 1 કિમી દૂર

મહત્વ :

અયોધ્યામાં આ પહેલું એવું મંદિર છે જે દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવ્યું છે. અહીં ભગવાન વિષ્ણુના સ્વરૂપ ભગવાન રંગનાથનનું મંદિર આવેલ છે.


દશરથ મહેલ : રામ મંદિરથી 700 મીટર દૂર

મહત્વ :

શ્રીરામના પિતા રાજા દશરથે આ મહેલ બનાવડાવ્યો હતો. જોકે બાદમાં ઘણીવાર મહેલનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. અહીં ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણ અને ભરતની મૂર્તિઓ છે.


દશરથ મહેલ : રામ મંદિરથી 700 મીટર દૂર

મહત્વ :

આ મંદિરમાં રહેતા સંતો ખુદને સીતાજીની સખી માને છે. માન્યતા છે કે વિવાદ બાદ આ જ મંદિરમાં સીતા માતાની 'મુંહ દિખાઈ' કરવામાં આવી હતી.


અયોધ્યા ફરવા જવા કેટલા દિવસનો પ્લાન કરવો?

અયોધ્યા માટે ઓછામાં ઓછા એક દિવસનો સમય જરૂર રાખવો જોઈએ. વ્યવસ્થિત રીતે તમામ સ્થાનો જોવા માટે ઓછામાં ઓછા ત્રણ દિવસનો પ્લાન બનાવવો જોઈએ.


અયોધ્યામાં ઉજવાતા મુખ્ય તહેવારો :-

• અયોધ્યામાં રામ નવમી, દિવાળી બંને તહેવારમાં જબરજસ્ત ઉજવણી થાય છે. આ દિવસોમાં ભક્તોની ભીડ પણ વધુ હોય છે.

ચૈત્ર, કારતક અને શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે

• શ્રાવણમાં પારણા મેળો (ઝૂલા ઉત્સવ) (જુલાઇ-ઓગસ્ટ) માણવા જેવો હોય છે.

• ઓકટોબર-નવેમ્બરમાં અહીં 14 કોસી પરિક્રમાની સાથે સાથે કારતક મેળો લાગે છે 

• દર મહિનાની પૂનમે સરયુ સ્નાન દરમિયાન ઉત્સવ જેવો માહોલ હોય છે


પોતાના વાહનથી અયોધ્યા જાવ છો તો,

હનુમાનગઢી અને કનકભવનમાં રસ્તો સાંકડો હોવાથી યલો ઝોનથી વાહન પાસ કઢાવવો પડે છે.

• અયોધ્યામાં તમામ રસ્તા પર પાર્કિંગની વ્યવસ્થા છે.

• અયોધ્યામાં એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે ટેક્સી પણ સરળતાથી મળી જાય છે.


અયોધ્યામાં આ ટિપ્સ કામ લાગશે :-

• રામ મંદિરમાં ફોન, પાકિટ, ચાર્જર, પેન, નોટબુક જેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. ભક્તો માટે લૉકરની સુવિધા કરવામાં આવી છે.

• સમગ્ર શહેરમાં ઈ-બસ શરૂ કરવામાં આવી રહી છે. એ સિવાય ગોલ્ફ કાર્ટ પણ ઉપલબ્ધ રહેશે, જેનું ભાડું પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા હશે.

• હવામાન પ્રમાણે અયોધ્યા જવા માટે સૌથી ઉત્તમ સમય માર્ચ, એપ્રિલ, મે, ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનો છે.

• રામ મંદિરમાં વૃદ્ધો તથા દિવ્યાંગ ભક્તો માટે વ્હીલચેર તથા લિફ્ટની સુવિધા કરવામાં આવી છે

• રામલલા મંદિરની સામે જ અમાવા પાટનના મહાવીર મંદિર ટ્રસ્ટ તરફથી રામ રસોઇ બનાવવામાં આવી છે.

• અહીં દર્શન કરવા આવેલા ભક્તોને આધાર કાર્ડ બતાવવા પર મફતમાં ભોજન આપવામાં આવે છે.

• અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે ઓછામાં ઓછી 5 જગ્યાએથી સુરક્ષા તપાસથી પસાર થવું પડે છે.

• કોઈ પણ ભક્તને અચાનક જ હેલ્થ ઈમરજન્સી થાય તો મંદિર ટ્રસ્ટ તરફથી મંદિર પરિસરમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે નજીકમાં જ શ્રીરામ હોસ્પિટલ પણ છે.

• જો કોઈ સમસ્યા થાય તો રામ જન્મભૂમિ પોલીસ ચોકી પર તમે SHOને 9454403310 પર અને શ્રીરામ જન્મભૂમિ હેલ્પ ડેસ્ક- 05278 292000 નંબર પર સંપર્ક કરી શકો છો.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.