Header Ads

Shiva worship in Shravan, Shiva mantras and Shravan month greeting messages, quotes, status

શ્રાવણમાં શિવ ઉપાસના, શિવ મંત્રો તથા શ્રાવણ માસના શુભેચ્છા સંદેશ,ક્વોટસ, સ્ટેટસ 

Savan Wishes



ભગવાન શંકર અને શ્રાવણ મહિનો 



ભગવાન શંકરનો મહિમા અનેરો અને અનેરો છે. શિવ ભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો મહિનો એટલે શ્રાવણ માસ. સાત્ત્વિક સહજ ભકિતથી પ્રસન્ન થનારા શિવ ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. શિવ ભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો મહિનો એટલે શ્રાવણ માસ. સાત્ત્વિક સહજ ભકિતથી પ્રસન્ન થનારા શિવ ભગવાન મહાપ્રલયકારી છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શંકર છે. મહાપ્રલયકારી છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. 

બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્ત્વિકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરું, ત્રિશૂલ ધારક છે. ભૂતનાથ, ભૈરવાદી રુદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભકતોના ઉપકારક છે.

તંત્ર સાધનામાં ભગવાન શિવને ભૈરવના નામથી પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મના મુખ્ય દેવતાઓમાંથી એક છે ભગવાન શિવ, વેદમાં તેમને રુદ્રના નામથી ઓળખવામાં આવે છે. શિવજીના ગળામાં હંમેશાં નાગ દેવતા બિરાજમાન રહેતા હોય છે અને તેમના હાથમાં ડમરું અને ત્રિશૂલ પણ જોવા મળે છે. 

ભગવાન સદાશિવ પરમ બ્રહ્મ છે. ભાંગ, ધતૂરો, સાપ અને પ્રેત એ શિવના સાથી છે. આ બધાની ખરાબીને શિવે હરિ લીધી છે એથી જ તેમની સાથે જ રહેવા છતાં શિવ સૌમ્ય છે. આટલા માટે જ શિવ દેવોના દેવ મહાદેવ કહેવાય છે. શિવ મનુષ્યની ચેતનાના અંતર્યામી છે એટલે કે તેઓ મનુષ્યના મનમાં શું ચાલી રહ્યું છે તે બધું જાણતા હોય છે. તેમની અર્ધાંગી એટલે કે શિવ શક્તિને માતા પાર્વતીના નામથી ઓળખવામાં આવે છે.

શ્રાવણમાં શિવની ઉપાસના માટેના મંત્રો  :

આરોગ્ય માટે :

।। ઓમ હૌં જૂ સ: ઓમ ભૂર્ભુવ: સ્વ: ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ઉર્વારુકમિક ભન્ધનાન્મૃ ત્યોર્મુક્ષીય મામૃતાત્ ઓ સ્વ: ભુવ: ભૂ: ઓમ સ: જૂં હૌં ઓમ ।। 

(।।ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान्मृ त्योर्मुक्षीय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हौं ॐ।।)

સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય માટેના મંત્રો  :

।। ઓમ સામ્બ સદાશિવાય નમ:।।
।। ॐ साम्ब सदाशिवाय नम:।।

શ્રાવણ માસના શુભેચ્છાઓ, શ્રાવણ ક્વોટસ, શ્રાવણ સ્ટેટસ અને શ્રાવણ વિશેષ

દુઃખ દારિદ્રય નષ્ટ થાય, સુખ સમૃદ્ધિ
દ્વારે આવે, આ શ્રાવણ માસે
આપની સર્વ મનોકામના પૂર્ણ થાય.
હેપ્પી શ્રાવણ માસ !

શિવ એ સત્ય છે,
શિવ સુંદર છે,
શિવ અનંત છે,
શિવ બ્રહ્મા છે,
શિવ શક્તિ છે,
શિવ ભક્તિ છે,
શ્રાવણ માસની શુભેચ્છા!

શિવ શંકરની મહિમા અજોડ છે!
શિવ કરે બધાનો ઉદ્ધાર,
તેમની કૃપા તમારી સાથે કાયમ રહે,
અને ભોળા શંકર હંમેશા
તમારા જીવનમાં આનંદ આપે.
ૐ નમ: શિવાયા!
હેપ્પી શ્રાવણ માસ!

અદભુત છે તારી માયા,
અમરનાથ માં કર્યો છે વાસ,
નીલા રંગની તેમની છે છાયા,
તમે છો મારાં મનમાં વસ્યા.
હર હર મહાદેવ.
સર્વેને શ્રાવણ માસ ની હાર્દિક શુભેચ્છા!

શિવની મહિમા અપરંપાર
શિવ કરે છે સહુનો ઉદ્ધાર
તેમની કૃપા આપ પર સદાય રહે,
અને ભોળા શંકર આપનું જીવન ખુશિયોથી ભરીદે
ૐ નમઃ શિવાય
શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ

શિવની શક્તિ, શિવની ભક્તિ,
શિવારાત્રીના પવિત્ર દિવસે,
ચાલો એક નવું અને
સારું જીવન શરૂ કરીએ,
એવી ભગવાન શિવને પ્રાર્થના છે.
શ્રાવણ માસની શુભેચ્છાઓ!

ભોળા શંભુ આવે આપને દ્વાર,
સંગ લઈ પૂર્ણ પરિવાર.
કરે આપ પર ખુશીઓ ની બૌછાર,
આવે આપના જીવનમાં બહાર,
શ્રાવણ માસ નિમિત્તે શુભેચ્છા

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.