Header Ads

Special Lemon Jokes showing the price increase of lemons

લીંબુના ભાવ વધારો પ્રદર્શિત કરતા સ્પેશિયલ લીંબુ જોક્સ વાંચી મજા જ આવી જ જશે...

લીંબુ જોક્સ :- 

લીંબુ જોક્સ



દર્દી : સાહેબ ઝાડા થયા છે દવા આપો..

ડોકટર : લીંબુ પાણી પીવાનું રાખો..

દર્દી : સાહેબ લીંબુનો ભાવ સાંભળીને જ ઝાડા થયા છે.

લીંબુ જોક્સ :- 

રેસીપી લખવાની નવી રીત :

મીઠું-મરચું સ્વાદ પ્રમાણે નાખવા..

લીંબુનો રસ ત્રેવડ પ્રમાણે નાખવો..

લીંબુ જોક્સ :- 

છોકરી વાળા છોકરો જોવા ગયા

બધી વાતો થઈ પણ મેળ ના પડયો

એવામા છોકરી ને તરસ લાગી તો પાણી પીવા ગઈ

એણે ફ્રીજ ખોલ્યું કે તરત જ લગ્ન ની હા પાડી દીધી કારણ... 

ફ્રિજમાં લીંબુ હતા.

લીંબુ જોક્સ :- 


હુ અભીમાન નથી કરતો....

પણ...

આજે મેં લીંબુ નુ શરબત પીધુ હો. 

લીંબુ જોક્સ :- 

અરે હમે તો આપનો ને લુટા

ગાડી બંગલે મેં કહા દમ થા

મને લારી ઉપર એક કિલો લીંબુ લેતા જોયા અનેં સાલું નંબર માંગવા લાગી ગયા...

લીંબુ જોક્સ :- 

પેટ્રોલ કહે : મને વગોવો નહિ !  હું હજુ બહુ સસ્તું છું......

લીંબુનો એક લીટર રસ કાઢી જુવો, કેટલામાં પડે છે ?

લીંબુ જોક્સ :- 

કાકી : સાડી સરસ ક્લર મા બતાવો,જેને પહેરીને પૈસા વાળાની ફીલિંગ થાય.

દુકાનદાર : મેડમ ને લીંબુ કલરમાં સાડીઓ બતાવો.

લીંબુ જોક્સ :- 

નજર ઊતરવાની વસ્તુઓ પર પણ નજર લાગી, મરચાં 200ના કિલો ને લીંબુ તો 10નું એક.

લીંબુ જોક્સ :- 

ઘરે આવેલાં મહેમાનને ભૂલ થી લીંબુ સરબત પૂછાઈ જતા પતિ-પત્ની વચ્ચે કંકાસ.

મહેમાન વરીયાળી ખાઈને રવાના...

લીંબુ જોક્સ :- 

લીંબુ મોંઘું છે તો, દાળ-શાકમાં આંબલીનું પાણી નાંખો,પણ બેશરમની જેમ બાજુવાળા ભાભીના ઘરે ના જાઓ લીંબુ માંગવા....

લીંબુ જોક્સ :- 

રેમડેસિવિર અને ટોસિલીઝુમેબ માટે ગયા વર્ષે એક ભાઈ નો નંબર સેવ કર્યો હતો, આજે એમનો ફોન આવ્યો

 કે 

લીંબુ જોઈતા હોય તો મારી જોડે મળશે.


 👉   એકદમ નવા પતિ-પત્ની જોક્સ વાંચો


 👉 ગુજ્જુ લવગુરૂ ગુજરાતી કોમેડી જોક્સ અને ફની  વિડીયોનું સંકલન


🌾  બેસ્ટ ગુજરાતી સુવિચારોનું સંકલન


🌾 ભોજન શોખીન વ્યક્તિનો આંતરડાંને હૃદયદ્રાવક પત્ર

 



ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.